Rupa Tripathi
મનોવિજ્ઞાન એટલે માનવીના વર્તનનું વિજ્ઞાન. જ્યાં સુધી માનવીના મન સુધી પહોંચવા
માટે તેના વર્તનનો અભ્યાસ કરવો જરૂરી છે અને આ દરેક વર્તન પાછળ કોઈ ના કોઈ પરિબળ
જવાબદાર હોય છે અને આ પ્રત્યેક પરિબળ પાછળ વિકાસ કેવી રીતે થયો છે? તેના કારણો જોવા મળે છે. પ્રત્યેક
બાળકને જાણવા માટે બાળ મનોવિજ્ઞાન ખૂબ જ જરૂરી છે અને બાળ-મનોવિજ્ઞાનને વિવિધ
તબક્કામાં તેની લાક્ષણિકતાઓ મુજબ વહેંચવામાં આવે છે અને તેના આધારે તેના
વિકાસાત્મક કાર્ય અને વિકાસની પ્રક્રિયા માટે મુખ્ય પાંચ પરિબળો (૧) શારીરિક વિકાસ, (૨) ચેષ્ટા વિકાસ, (૩) સાંવેગિક વિકાસ (૪) માનસિક
વિકાસ અને (૫) સામાજિક વિકાસ, અત્યંત આવશ્યક છે. આ પાંચ પરિબળોને આધારે જ બાળકનો સર્વાંગી વિકાસ શક્ય છે.
આજનું બાળક એ આવતીકાલનું નાગરિક છે, દેશનું ભવિષ્ય છે એટલે બાળકનો સર્વાંગિક અને શ્રેષ્ઠ વિકાસ
થવો ખૂબ જ જરૂરી છે. પ્રત્યેક બાળકનું પોતાનુ એક અલગ અસ્તિત્વ એક અલગ જ દુનિયા હોય
છે, તો બાળકના અસ્તિત્વને જાણવા
બાળકનો વિકાસ અતિઆવશ્યક છે.
બાળવિકાસ, બાળઅવસ્થા,બાળમનોવિજ્ઞાન
VOL.14, ISSUE No.1, March 2022