Amisha Shah
મહાત્મા ગાંધીના ગ્રામવિકાસ માટેના વિચારો આજના પરિપેક્ષ્યમાં પણ ખૂબ જ પ્રસ્તુત છે. ગ્રામીણ વિકાસના ક્ષેત્રમાં હસ્તકલા અને ગ્રામોદ્યોગોનું આગવું સ્થાન રહ્યું છે; પરંતુ બદલાતા સમય અને સંજોગોને કારણે આ ક્ષેત્ર અનેક દ્રશ્ય – અદ્રશ્ય પડકારોનો સામનો કરી રહ્યું છે. આ લેખમાં એક એવા વિશિષ્ટ વ્યકિત્વ તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે જેઓએ હાથભરતની હસ્તકલાનો વારસો જાળવવા જીવનપર્યંત મથામણ કરી છે અને 100 વર્ષની ઉંમરે પણ ઉત્સાહ, ખંત અને ચિવટ પૂર્વક ભરતકામ કરવાનો જુસ્સો કાયમ રાખ્યો છે. પરંતુ આવા પ્રતિભાશાળી કલાકારોની હસ્તકળા આજે યોગ્ય પ્રોત્સાહન અને ઓળખાણના અભાવે લુપ્ત થઇ રહી છે- તે ખૂબ જ ચિંતા અને કરુણાનો વિષય છે. એક સદી વટાવી ચૂકેલા યુવાન હૃદયી ‘રતન-બા’ની ગાથા દરેક ભારતીય યુવા કલાકારને પ્રેરકબળ પૂરું પાડી શકે તે માટેનો પ્રયત્ન આ લેખમાં કરવામાં આવ્યો છે. જો યોગ્ય માર્ગદર્શન, સચોટ દિશાસૂચન અને સંકલિત પ્રયત્નો કરવામાં આવે તો આવા કલાકારો ગ્રામીણ વિકાસના ક્ષેત્રે નવા ચીલા ચાતરે તેવી સંભાવનાઓ છે.
ગ્રામીણ વિકાસ, આત્મનિર્ભરતા, હાથ-ભરતની હસ્તકળા, પરંપરાગત કૌશલ્યજ્ઞાન, સાંસ્કૃતિક વારસો, મહિલા સશક્તિકરણ.
VOL.14, ISSUE No.1, March 2022