Nagendrasinh Rathod
ભારતમાં ઘણા બધા સ્થળોએ ભવ્ય ઇમારતો બંધાઈ હતી. જેમાં મસ્જીદો,મકબરો,રોજા વગેરેનો સમાવેશ થાય છે.ગુજરાતમાં પણ સલ્તનત વંશના રાજાઓ રાજ્ય કરતા હતા તેમના સમય દરમિયાન ગુજરાતમાં પણ ઘણી બધી સ્થાપત્યની ઈમારતો બની. ગુજરાતમાં બનેલી સ્તાપત્યની ઇમારતોમાં સરખેજનો રોજો ખુબ જ મહત્વપૂર્ણ ઇમારત છે. સરખેજ અહેમદાબાદની સ્થાપના પૂર્વ પણ સરખેજ નામ ધરાવતું હતું. સરખેજરોજાસંકુલ ભારતમાં આવેલા સ્થાપત્યોમાંની એક છે. જેમ તળાવ ફરતે મકબર, મસ્જીદ, મહેલો, ગરનાળા, મકાનો અને ઉમાંરાવોની ઈમારતો છે. સૌ પ્રથમ સરખેજ રોજાનો પાયો નાખનાર મુસ્લિમ હઝરત શેખ અહમદ ગંજબખ્શ ખટ્ટ મગરીબી હતા. સરખેજ રોજા સંકુલના ત્રણ પરિસર આવેલા છે. રાજા રાજા રાણીઓના મહેલોના મકબરા આર્ટ ગેલેરી ગ્રંથાલય વગેરે સરખેજના રોજામાં સ્થાપત્યકલા જોવા મળે છે.ઘાટ,રાનીનો મકબરો, મંડપ (પેવેલીયન ) સ્થાપત્યકળા, જુમ્મા મસ્જિદનો સ્થાપત્યકળા, સરખેજ રોજામાં વરસાદી પાણીનો ટાંકો, સરખેજના રોજામાં જાળીઓ, સરખેજના રોજામાં રાજા રાણી મહેલો, જોવા મળે છે. હઝરત શેખની રોજાની જળઓને અનુરોપ છે .હઝરત શેખના મકબરામાં અંદર પાછળથી કરવામાં આવેલી પીતલની જાલી આવેલી છે. શિલ્પકૃતિએમાં,મીનારના ગોખમાં અને મેહારબના ગોખમાં કરેલા અલંકાર તત્કાલીન વિકાસ સાથે સાથે મુદલોના સુશોભન પણ નોંધપાત્ર છે. સંપૂર્ણ માહિતીનો સરખેજનો રોજો કલા-સ્થાપત્ય ઉલ્લેખ કરવામાં કરવામાં આવ્યો છે
ગુજરાત , સલ્તનત વંશ, મસ્જિદો,મકબરો ,રોજોં
VOL.14, ISSUE No.1, March 2022