Haribhai Patel
અહિંસા એક શબ્દ નથી. આખી સંહિતા છે. હિંસા કર્યા વગર અન્યાયને,
સત્તાને કે અન્યાયી કાયદાઓને પડકારવા હોય તો અહિંસક આંદોલન એકમાત્ર રસ્તો છે જે
ગાંધીજીએ દુનિયાને બતાવ્યો.
ગાંધીજીના રસ્તે ચાલીને દુનિયામાં કેટલાય અહિંસક આંદોલનકારીઓ ન્યાય મેળવવામાં કે અપાવવામાં સફળ થયા
છે એ ઈતિહાસ જાણીતો છે.
અન્યાયને પડકારતી વખતે અહિંસાને વળગી રહેવાનું કામ કપરું છે. શાસકો ઓછા-વત્તા અંશે, જુદા-જુદા પ્રકારે જુલ્મ
ન કરે એવું ભાગ્યે જ બને છે.
આવી સ્થિતિમાં આંદોલનકારીઓ માટે અહિંસક બની રહેવું અતિ મુશ્કેલ છે. ગાંધીજીએ તો વર્ષો
સુધી એ મુશ્કેલ કાર્ય સહજ રીતે કર્યું અને સફળ પણ રહ્યા. અહિંસા
એ મનુષ્ય જાતિની પ્રબળ શક્તિ છે. માણસે સર્જેલા પ્રચંડ શસ્ત્રો કરતાં એ વધારે
પ્રચંડ છે. જેમ હિંસા આચરવા માટે મારતા શીખવું પડે છે તેમ
અહિંસાની તાલીમ માટે મરતાં શીખવું પડે છે. હિંસામાં
ભયથી બચવાનો ઈલાજ શોધવામાં આવે છે, જ્યારે અહિંસામાં ભયને
સ્થાન જ નથી. ભય મુક્ત થવા માટે અહિંસાના ઉપાસકે ઉચ્ચ કોટિની
ત્યાગવૃત્તિ કેળવવી જોઈએ.
હિંસા, અહિંસા, હિન્દુ ધર્મમાં અહિંસા , જૈન ધર્મમાં અહિંસા, ગાંધીજીની અહિંસા
VOL.14, ISSUE No.1, March 2022