Bhairavi Dixit
પ્રવર્તમાન
કોરોનાકાલ અને તેની ભયાનક અસરોથી પીડાય
રહેલ માનવ માત્ર માટે સામાન્ય રીતે જનજીવન પૂર્વવત બનાવવું કપરું થઈ ગયું છે. આપણે
ભારતીય હોવાનું ગર્વ લઈ શકીએ, કારણકે આ સંજોગોમાં સમગ્ર વિશ્વમાં દેશ-વિદેશના ખૂણે
ખૂણે વસતા લોકો ભારતીય સાહિત્ય, ભારતીય ઔષધિઓ, ભારતીય વિચારધારા અને વિવિધ ભારતીય
ચિંતન-મંથનનો સહારો લઈ રહ્યા છે. સાંપ્રત સમયમાં ભારતીય સાહિત્યમાં નિહિત
શાસ્ત્રોનું દોહન અત્યંત રૂચિકર અને આવશ્યક છે. સૃષ્ટિની કોઈપણ સમસ્યાનું સમાધાન
મેળવવું હોય તો સંસ્કૃત સાહિત્યમાં ઉપલબ્ધ માત્ર પ્રસ્થાન-ત્રયીનું અધ્યયન જ પૂરતું છે. આ પ્રસ્થાન ત્રયી એટલે વેદ, ઉપનિષદ
અને શ્રીમદ ભગવદ્ગીતાનો ત્રિવેણી સંગમ.
પ્રસ્તુત
શોધ પેપર-સાંપ્રત સમયના પરિપેક્ષમાં રાજા હરિશ્ચન્દ્રોપાખ્યાનનું ચિંતનાત્મક વિશ્લેષણ પ્રસ્તુત કરવાનો ઉદ્દેશ્ય
એ જ છે કે પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા, સંજોગોને સરળ બનાવવા, અચાનક આવી
ચડેલી મુશ્કેલીઓને માત મારવા અને અણધારી સમસ્યાઓનું સમાધાન મેળવવા આપણે આપણા જ ભારતીય શાસ્ત્રોમાં સમાહિત ઉત્તમ તત્ત્વોનું
યથાયોગ્ય ચિંતન કરીએ. પ્રસ્તુત પેપરમાં શોધકર્તાનો
મુખ્ય ધ્યેય એ જ છે કે સાંપ્રત સમયમાં
આપણી જીવનયાત્રાને અવિરત વિકાસની દિશા તરફ પુનઃ ગતિમાન કરીએ. આ સમજણને પુનઃ
પ્રાપ્ત કરવા યાદ કરીએ, ચિંતન કરીએ આપણા વૈદિક સાહિત્યનુ. બ્રાહ્મણ સાહિત્ય એ
વેદનું એક અભિન્ન અંગ છે જેમાં સમાવિષ્ટ ઐતરેય બ્રાહ્મણ ગ્રંથ માનવજીવન માટે ખૂબ જ
ઉપયોગી છે. ઐતરેય બ્રાહ્મણ ગ્રંથમાં રાજા હરિશ્ચન્દ્રોપાખ્યાનવર્ણન અતિ પ્રસિદ્ધ
છે. આધુનિકયુગમાં પ્રચલિત જીવન દૃષ્ટિકોણના સંદર્ભે ઇન્દ્રએ વરુણને આપેલો, “ચરૈવેતિ – ચરૈવેતિ....”
ઉપદેશને નવી તાજગી અને નૂતન મંથન સાથે પ્રથાપિત કરવા આ લેખન કાર્ય હાથ ધર્યું છે.
· · કોરોનાકાલ
·
અણધારી સમસ્યાઓ
·
વર્તમાન પરિસ્થિતિ
અને માનસિક અસરો
·
પ્રસ્થાન-ત્રયી
·
વૈદિક સાહિત્ય :
સમાધાન માટેનું શરણ
·
ઈન્દ્રનો વરુણને ઉપદેશ
·
ચરૈવેતિ – ચરૈવેતિ
..
·
અવિરત ચલતી રહે સાધના..
VOL.14, ISSUE No.1, March 2022