C G Brahmbhatt
યુવાનો દુનિયા બદલી શકે છે. એ વાક્ય ઘણા બધા
ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. હવે એમાં રાજકારણનો પણ ઉમેરો થયો છે.
રાજકારણમાં હવે યુવાનોની હિસ્સેદારી વધી છે એ વાત તો નક્કી છે. વૈશ્વિકફલક ઉપર
હોય કે ભારતમાં
હવે યુવાનો રાજકારણમાં સફળ થઇ
રહ્યા છે. તે હકીકત નકારી શકાય તેમ નથી.વીતેલા વર્ષોમાં યુવા મતદારો એ વિશ્વભરનાં રાજકારણમાં ચાવીરૂપ
ભૂમિકા નિભાવી હતી. તેને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત બ્રિટીશ ડીક્ષનરી ઓક્ષફર્ડે “Youth quake” શબ્દને
2017નો ‘વર્ડ ઓફ ધ યર ’ જાહેર કર્યો હતો.
“ Youth quake”
શબ્દનો અર્થ થાય છે. યુવાઓની રાજકીય ક્ષેત્રે જાગૃતિ.ભારતમાં અને ગુજરાતમાં youthquakeની અસર યુવાનોમાં દેખાતી જણાય છે. યુવાનો વિવિધ આંદોલન
ની આગેવાની લઈ તેમાં સક્રિય થવા લાગ્યા છે. જેમાં શાસકોની નિષ્ફળતા સામે વિકલ્પ તરીકે
ઉભરવા લાગ્યા છે . વિવિધ પક્ષો માં યુવાનો જવાબદારી લઈને પોતાનું કૌવત બતાવવા
લાગ્યા છે. ભારત યુવાનોનો દેશ છે અને ૮ કરોડ થી વધુ યુવાનો જયારે પહેલી વખત મતદાન કરવાના હોય ત્યારે ગુજરાતના સામાન્ય
યુવાનોની રાજકારણમાં સક્રિયતા કેટલી છે? રાજકારણમાં રસ અને તે પ્રત્યે સભાનતા
કેટલી છે? અને ખરેખર youthquakeની અસર છે?તે
તપાસવા આ શોધપત્ર માં નાનો પ્રયાસ કર્યો છે. પ્રસ્તુત અભ્યાસ કાર્ય ક્ષેત્ર અને
દસ્તાવેજી માહિતી પર આધારિત છે અને આ પેપરમાં તે દર્શાવ્યું છે કે
યુવાનોમાં રાજકીય સભાનતા વધી છે.તેટલી સક્રિયતા વધી નથી. રાજકારણ માં રસ વધ્યો છે,રાજકારણની
જાણકારીમાં રસ વધ્યો છે. ઉપરાંત એપણ જણાવ્યું છેકે સોશિયલ મીડિયામાં રાજકીય સક્રિયતા વધી છે.પરંતુ પક્ષમાં સીધી સક્રિયતા ઓછી છે .રાજકારણ પ્રત્યે
નીરસતા માટે આપણા દેશ-રાજ્ય ના રાજકારણ માં જોવા મળતી બિન લોકશાહી વર્તન અને નફરત તેમજ ગંદી રાજરમત છે. જે લોકશાહી માટે
ગંભીર બાબત ગણી શકાય .યુવાનો ને રાજકારણ પસંદ પડે તેવું વાતાવરણ તૈયાર કરવા રાજનેતાઓ
સક્રિય બને તેમજ પ્રજા અને નાગરિક તરીકે આપણે બધાએ જાગૃત બની દબાણ લાવીશું તો યુવાનોનો
લાભ આપણા સમાજ અને રાષ્ટ્ર ને ચોક્કસ લાભ મળશે તેવું જણાવ્યું છે.
યુવાનો,
રાજકારણ ,રાજકીય અભિમુખતા, રાજકીય સક્રિયતા, youthquake(રાજકીય જાગૃતિ)
VOL.14, ISSUE No.1, March 2022