Hitesh Jagani
ભારતના બંધારણના આમુખમાં બિનસાંપ્રદાયીકતાને સ્થાન આપવામાં
આવ્યું છે. તેમ છતા આજે પણ ભારતના વિકસિત રાજ્યોમાં જાતિવાદની સમસ્યા જોવા મળે છે.
તેમાંથી આપણું ગુજરાત રાજ્ય પણ બાકાત નથી.. ગુજરાતની ગણના વિકાશીલ રાજ્યોમાં થાય છે.
પરંતુ ગુજરાતનો વિકાસ સામાજિક રીતે ઓછો અને આર્થિક રીતે વધુ જોવા મળે છે. ગુજરાતમાં
વિવિધ જિલ્લાઓમાં દલિતોની વસ્તી વત્તા-ઓછા પ્રમાણમાં સ્થાયી થયેલી જોવા મળે છે. પરાપૂર્વથી ચાલી આવતી જ્ઞાતિ વ્યવસ્થાનાં આધારે તેમને નીચલા
સ્તરના ગણી ભેદભાવયુક્ત વલણ દાખવવાનું બિનદલિતો માટે સામાન્ય બાબત છે. પરિણામે દલિતો
અને બિનદલિતો વચ્ચેનાં સબંધો હંમેશા ઉચ્ચનીચ ક્રમમાં જ્ઞાતિ વ્યવસ્થાનાં માળખા આધારિત
જ રહે છે. સામજિક વ્યવસ્થા અનુસાર દલિતો ઉપરનાં અત્યાચારો એ નવી વાત નથી. પરંતુ વર્ષોથી
ચાલી આવતી સમસ્યા છે. ગુજરાતમાં દલિતો ઉપર થતા અત્યાચાર અને તેમની સ્થિતિનો અભ્યાસ તથા દલિત સમાજને થતા
અન્યાય અને શોષણને કેન્દ્રમાં રાખીને પ્રસ્તુત અભ્યાસ કરવામાં આવેલ છે.
દલિત, અત્યાચાર, દલિત અત્યાચાર
VOL.13, ISSUE No.4, December 2021