PUSHPABEN CHAVDA
સંશોધન માટે સંબંધિત સાહિત્યનો અભ્યાસ કરતા પહેલા સંબંધિત સાહિત્યના સ્ત્રોતો વિશે અવગત થવું જરૂરી છે .સંબંધિત સ્ત્રોતોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચી શકાય છે. પારંભિક સ્ત્રોતો ,પ્રાથમિક સ્રોતો અને ગૌણ સ્ત્રોતો છે. આમ પારંભિક સ્ત્રોત કોઈપણ ચોક્કસ સંશોધન ક્ષેત્ર માટેની સૂચિ દર્શાવતી માહિતી દરેક સંદર્ભમાં લેખ પ્રકાશન તથા પ્રકાશક વિશેનું વર્ણન હોય છે. અને પ્રાથમિક સ્ત્રોત એ પ્રત્યક્ષ અહેવાલમાં દર્શાવવાતો સ્ત્રોત છે. સંશોધન કાર્ય જેને કર્યું હોય તેના દ્વારા લખાયેલી છે. પ્રાથમિક સ્ત્રોત ખૂબ મહત્વનો સ્ત્રોત છે .પ્રાથમિક સ્ત્રોત સ્ત્રોત જુદા જુદા પ્રકારના ગણાવી શકાય છે. જેમાં આર્ટિકલ્સ, રીસર્ચ પેપર્સ, પુસ્તકો તથા જે-તે ક્ષેત્રનાં જુદા જુદા પ્રકાશનોનો સમાવેશ થાય છે. NCERT એ ત્રણ વાર્ષિક ગ્રંથો બહાર પાડ્યા છે (1) Education in India :
1947-1961. (2) Primary Education in India, અને (3) Educational Research આ ત્રણે વાર્ષિક ગ્રંથો ભારતીય કેળવણી પર સારો પ્રકાશ ફેંકે છે. પ્રાથમિક સ્રોત એ સંશોધનમાં ખૂબ જ મહત્વના છે. પ્રાથમિક સ્રોતો જુદા જુદા પ્રકારના ગણાવી શકાય જેના વ્યાવસાયિક જર્નલ્સ, રીપોર્ટસ, વિદ્વતાપૂર્ણ રીતે વ્યાપેલા અભ્યાસ લેખો (Scholarly Books) મોનોગ્રાફ્સ, ડિઝર્ટેશન કે થીસિસનો સમાવેશ થાય છે. અને ગૌણ સંદર્ભ સ્ત્રોત જે નુ લખાણ સંશોધન કરતાએ લખ્યું નથી. હોતું પરંતુ તેનો ઉપયોગ બીજા લોકો બીજા કોઈ લેખકો એ માહિતી તૈયાર કરી હોય છે કોણ સંદર્ભમાં સ્ત્રોતમાં પ્રાથમિક સ્ત્રોત ની જે મૂળ માહિતી પ્રત્યક્ષ જોઈ શકાતી નથી પરંતુ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત અભ્યાસ લેખમાં સંબંધિત સાહિત્યના સ્ત્રોતોના પ્રકાર તથા તેની ઉપયોગિતાને વિસ્તૃત ચર્ચા કરીશું.
પ્રારંભિક સ્રોતો , પ્રાથમિક સ્રોતો ,ગૌણ સ્રોતો
VOL.13, ISSUE No.4, December 2021