Hitesh Jagani, Hetalkumari Makwana
ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સંગઠિત
અને અસંગઠિત ક્ષેત્રોનો ફાળો રહેલો છે. અકીક ઉદ્યોગ એક પ્રકારનું અસંગઠિત ક્ષેત્ર છે.
અકીક ઉદ્યોગ પ્રાચીન કાળથી ચાલ્યો આવતો ઉદ્યોગ છે. અન્ય ઉદ્યોગની જેમ આ ઉદ્યોગ જીવનનિર્વાહ
તો કરે છે પરંતુ ઘણી સમસ્યાઓ સાથે આ ઉદ્યોગ સંકળાયેલ છે. આ ઉદ્યોગમાં સંકળાયેલ કામદારો
તો સમસ્યાનો શિકાર બને જ છે પણ સાથે આ ઉદ્યોગ પોતે પણ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલો છે. જે
કામદારો આ ઉદ્યોગમાં જોડાયેલ છે તેઓ પથ્થરની સાથે પોતાની જીંદગી પણ ઘસે છે. તેથી જ
પ્રફુલ્લ ત્રિવેદીએ તેમના પુસ્તકમાં જણાવ્યું છે કે “ અકીકનો પથ્થર ઘસાય તેમ કારીગરની
જિંદગી ઘસાય.” કામદારો કેટલીય સમસ્યાનો ભોગ બને છે છતાં ગુજરાન કરવા તેમાં જોડાયેલ
રહે છે. વર્ષ ૧૯૯૨થી વડોદરા સ્થિત PTRC સંસ્થા અકીક કામદારોના ઉત્કર્ષ અને કલ્યાણ માટે
પ્રયત્નશીલ છે અને અકીક કામદારોના હકો માટે લડત ચલાવી રહી છે. જનપથ આયોજિત “ અકીક ઉદ્યોગ
વિકાસ મંડળ ” પણ અકીક કામદારોની સમસ્યાના નિવારણ અર્થે સક્રિય પ્રયાસો કરી રહ્યું છે. પ્રસ્તુત શોધપત્રનો
હેતુ અકીક ઉદ્યોગના કામદારોની સમસ્યા જાણવાનો છે અને તેમાંથી વાસ્તવિકતા બહાર લાવવાનો
પ્રયાસ કરવાનો છે. અકીક કામદારોની સમસ્યા કામદારો પુરતી જ સીમિત નથી. કારણ કે ભારતના
અર્થતંત્રમાં આ ઉદ્યોગનો ફાળો અમુલ્ય રહેલ છે. તેથી આ ઉદ્યોગની અસર ભારતના અર્થતંત્ર
પર પણ પડે છે. એવું ચોક્કસ કહી શકાય કે અકીક કામદારો ઘણી સમસ્યાઓ વેઠી રહ્યા છે પણ
દરેક પ્રશ્નોનું નિરાકરણ તો હોય છે જ. તેથી આપણે આ ઉદ્યોગને ટકાવી રાખવાનો છે અને અકીક
કામદારોની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાનું છે. જેથી કરીને ઉદ્યોગ પણ ચાલે અને
કામદારોને રોજીરોટી પણ મળી રહે.
અકીક,
ઉદ્યોગ, કામદાર, સમસ્યાઓ
VOL.13, ISSUE No.3, September 2021