Kaushikkumar Pandya
લોક, સંત અને
ચારણી સાહિત્યને એક સાથે અભ્યાસનો વિષય બનાવીને મહત્વના સંશોધનગ્રંથો આપનાર
ઝવેરચંદ મેઘાણી ગુજરાતના પ્રથમ વિદ્વાન છે. પોતાના સમયમાં ઉપલબ્ધ અને પ્રકાશિત
થયેલા ભારતીય અને અંગ્રેજી ભાષાના આ વિષયના ઘણાં પુસ્તકોનું પરિશીલન મેઘાણીએ
કર્યું છે. લોક, સંત અને ચારણી સાહિત્ય સંદર્ભે મેઘાણીએ સૈદ્ધાંતિક પીઠિકા રચીને
એના મર્મસ્થાનો શોધી બતાવ્યા છે. મેઘાણીએ પ્રાદેશિક સામગ્રીના આધારે સિદ્ધાંતો
પ્રસ્તુત કર્યા છે. આ ઉપરાંત તેમની સૈદ્ધાંતિક અવધારણાની અન્ય વિશેષતા એ છે કે
મેઘાણીના લોકસમુદાય સાથેના અનુબંધ અને પ્રત્યક્ષ અનુભવનું તે મૌલિક પરિણામ છે. આ
ત્રણેય ધારાનું સંશોધન-વિવેચનકાર્ય મેઘાણીએ ઉપાડ્યું એ સમયે ગુજરાતમાં આ કાર્યનો
શાસ્ત્રીય આરંભ હજુ થયો ન હતો. એ સમયે લોક, સંત કે ચારણી સાહિત્યનુ સંશોધન એક
વિદ્યાશાખા અને વિજ્ઞાન તરીકે સ્થપાયું ન હતું. પરંતુ મેઘાણીનો પ્રવેશ થયો છે એ
પૂર્વે લોકસાહિત્ય ક્ષેત્રે પાત્રીશ જેટલા અભ્યાસીઓનું મહત્વપૂર્ણ પ્રદાન પ્રાપ્ત
થયેલું છે.
ઝવેચંદ મેઘાણી,
લોકસાહિત્ય સંશોધન-વિવેચન.
VOL.13, ISSUE No.3, September 2021