Nirav Thakar
ઔદ્યોગિક જગતમાં ઔદ્યોગિકસંબંધો તેમજ માનવ આંતર-સંબંધનું
મહત્વ ઘણું બધું રહેલું છે. જે ઉત્પાદકીય સાહસને સફળ બનાવે
છે. જરૂરી નાણા, ઊંચા પ્રકારનો કાચોમાલ, આધુનિક ટેકનોલોજી, યાંત્રિક સાધનોની
સામગ્રી, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહારના સલામત સસ્તી ઝડપી સેવા, ઊંચી કાર્યક્ષમતા,
ઝડપી ઉત્પાદન માટે જરૂરી છે પણ ઉદ્યોગોએ માત્ર યંત્રો, કાચો માલ, કે નાણાંનું જ
સંયુક્ત પરિણામ જ નથી.તેમાં ઔદ્યોગિક સંબંધોના પ્રાણનીઅત્યંત આવશ્યકતા છે
કામદાર,માલિકો અને સરકાર રૂપી ત્રિવેણી સંગમમાંથી ઓધોગિક સંબંધનો જન્મ થાય
છે. તો દરેક સંબંધનો પાયો નો હેતુ માલિક - કામદારો વચ્ચે સુમેળભર્યા તંદુરસ્ત અને મજબૂત સંબંધ સ્થાપવાનો
છે.
કામદારોની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા માટે ઉત્પાદન
વૃદ્ધિમાં, ગુણવત્તામાં સુધારો, આધુનિક ટેકનોલોજીકલ વિકાસને અનુસરવા કામદારોના
હિતની હિફાજત કરવા ઉદ્યોગ અને રાષ્ટ્રીય હિતનું સવર્ધનકરવા, સંઘર્ષ ઘટાડવા અને
મટાડવા, જુસ્સો વધારવા,શિસ્ત સ્થાપવામાં, ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા સૌની
સાથે કામદાર અને સંચાલક સાથે પરસ્પર શ્રેષ્ઠ સમજવાનું કે હેતુ ઉભો કરવા, સુમેળભર્યાઉદ્યોગિક વાતાવરણ પૂરું
કરવા, ઉદ્યોગિક શાંતિ જાળવવા, ઉદ્યોગ અને સર્વાંગી વિકાસ કરવામાં અત્યંત મહત્વનો
ભાગ ભજવે છે.
કર્મચારીએ સંચાલકો અને માલિકોની માફક જ માનવી છે. તેથી
તેઓને માનવ અધિકારીથી વંચિત રાખી શકાય નહિ. અને તેનું ગૌરવ થવું જોઇએ.
અમેરિકાના મહાન ઉદ્યોગપતિ હેનરી ફોર્ડ જીવનમાં બનેલા એક
પ્રસંગ માનવ સંબંધો એક રસપ્રદ ઉદાહરણ પૂરું પાડે છે. એક વખત ફોર્ડ પ્લાન્ટમાં
હડતાલ પડી હતી તેના સમાધાન માટે સરકારને નિષ્ફળતા સાંપળેલી, અત્યંત આત્મવિશ્વાસ
સાથે હેન્રી ફોર્ડે હડતાળિયા કામદારોએ પાસે તેમના સંબંધો માટે ગયા. અને તેમને બહુ
જ શાંતિથી અતૂટ શ્રદ્ધા પૂર્વક તેમને કહ્યું “યુ આર માય ચિલ્ડ્રન,આઈ એમ યોર ફાધર,
પ્લીસ ગો બેકટૂ વર્ક”ખરેખર આની જાદુઈ અસર થઇ. હડતાળિયા કામદારોએ તરત જ પોતાના કામ
પર ચડી ગયા માનવ સંબંધો આ ચમત્કાર છે.
શહેરીકરણ, મજૂરોનું વધતું જતું કદ, રાજકીય રંગોની
રંગાતા,કામદાર સંગઠનો સંચાલકો, દ્વીધારી સરકારી નીતિ, ઉદ્યોગને અસર કરતા
ટેકનોલોજીકલ પરિવર્તન અને ઉદારીકરણ વગેરે સમસ્યા માનવ સંબંધોનું મહત્વ વધારે છે.
ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સમયમાં ઉદ્યોગપતિઓએ તેમના
કર્મચારીને માત્ર તેના સાધન તરીકે જ ગણતા હતા. તેઓએ માનવ સંબંધોની સરેઆમ અવગણના
કરી હતી. પરંતુ ત્યાર બાદ સમય જતાં ઉદ્યોગપતિ સમજતા થયા છે કે ઉદ્યોગમાં યંત્ર તથા
માનવીનું પણમહત્વનું સ્થાન છે.
કોઈપણ માનવી બેરીતે કાર્ય કરતો હોય છે. એક તો વ્યક્તિ કે
બીજું જૂથમાં. જેથી માનવ સંશોધન અભ્યાસ વખતે આ બંને ધ્યાન આપવું જોઈએ. માનવીના
કાર્ય પર જુદા જુદા પરિબળો અસર કરતાં હોય છે. તેમજ દરેક માનવી પોતાની રુચિ
ગમો-અણગમો ઈચ્છા રહેલી હોય છે. આ માટે ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીએ પણ માનવી છે.
તેને સંચાલકો માત્ર પોતાના કર્મચારી જ ન કરતા તેના સમગ્ર વ્યક્તિ તરીકે સ્વીકાર
કરવો જોઈએ. આ ઉપરાંત સંચાલકોએ ઉદ્યોગ માટે સંગઠન ઊભું કરવું જોઈએ. જેનાથી
સંગઠનતંત્રના ધ્યેયો સિદ્ધ થાય.
માનવ સંબંધોમાં મેળવવા કરતા આપવાની ભાવના વિશેસ રહેલી હોય છે. આ માટે સંચાલકોએ કર્મચારીની
જરૂરીયાત અસરકારક રીતે સંતોષાય જયારે કર્મચારીઓ વ્યવસ્થાપન ભૂમિકા ભજવે. સુખદ માનવ
સંબંધો કર્મચારીની જરૂરિયાતો અસરકારક રીતે સંતોષ તેમજ ઉપભોક્તાની જરૂરિયાતો પણ
સંતોષાય છે. આ રીતે સુખદ માનવ સંબંધોને લીધે જાહેર સંતોષ થાય છે.
ઉદ્યોગ, કામદાર, માલિક, ઉત્પાદન,
આંતર-સંબંધ, નોકરશાહી, લોકશાહી, મંડળ, ઓદ્યોગિક સામાજિકરણ, હડતાલ, ઔદ્યોગિકઝઘડા,
VOL.13, ISSUE No.3, September 2021