Gautam Parmar
મીડિયા
હાઉસમાં સમાચારની પસંદગી કરવામાં આવે છે અને તેમાં જરૂરી સુધારા-વધારા કર્યા પછી
લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. મીડિયા હાઉસમાં પુરૂષો અને મહિલાઓ બંને કામ કરે છે
ત્યારે આ જેન્ડરને લઈને વિવિધ મુદા પર અસમાનતા જોવા મળે છે. મહિલા પત્રકારોની
સંખ્યા અને પુરૂષ પત્રકારોની સંખ્યામાં ભારે તફાવત મીડિયાની ઓફિસમાં જોવા મળે છે.
આ સિવાય ફિલ્ડ વર્ક, યોગ્ય મહેનતાણું, કામનો બોજો વગેરે મુદે પણ જેન્ડરને લઈને
ભેદભાવ હોય છે. પ્રસ્તુત સંશોધનકાર્યમાં અમદાવાદ શહેરમાં આવેલી મુખ્યધારાના મીડિયા
હાઉસની ઓફિસમાં મહિલા પત્રકારોના પ્રતિનિધિત્વ અને તેમને ક્યાં ક્યાં મુદે
પુરૂષોની સાપેક્ષમાં વધારે સંઘર્ષ કરવો પડે છે તેના વિશે વિસ્તૃત સંશોધન કરવામાં
આવ્યું છે.
Media, Journalism,
Women Journalist, Gender Issue
VOL.13, ISSUE No.3, September 2021