Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

શબ્દભંડોળના વિકાસ માટે શબ્દકોશનું મહત્વ

Authors:

Amrut J. Bharvad , Alkaben Prahladbhai Diwan

Abstract:

સંશોધકે ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં શબ્દભંડોળ સમૃદ્ધ કરવા માટે શબ્દકોશના ઉપયોગ અર્થે મહત્વની ચર્ચા કરેલ છે. શબ્દકોશનો ઉપયોગ તથા વર્ગખંડ અધ્યયન અધ્યાપન કાર્ય દરમિયાન નવા અથવા તો અપરિચિત શબ્દોથી માહિતગાર થવા માટે શબ્દકોશ ખૂબ જ જરૂરી હોય છે. ગુજરાતી માધ્યમની શાળામાં અંગ્રેજી વિષયમાં નવીન પાઠ્યપુસ્તકને સામેલ કરવામાં આવેલ છે. જેથી નિશ્ચિત પણે વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષાના નવીન શબ્દભંડોળથી પરિચિત થયા છે. અને આ શબ્દભંડોળને સમજવા માટે શબ્દકોશનો ઉપયોગ ખૂજ જ જરૂરી છે. પ્રસ્તુત અભ્યાસમાં અભ્યાસકે શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે પણ વિસ્તારથી માહિતી આપેલ છે. તથા શબ્દકોશના ઉપયોગથી શબ્દભંડોળ સમૃદ્ધ બનાવી અંગ્રેજી વિષયમાં જોવા મળતી કચાશ પણ દૂર કરી શકાય છે. ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષયમાં અધ્યયન નિષ્પતિ આધારિત અભ્યાસ કરવાનો હોવાથી શબ્દભંડોળનો ઉપયોગ તથા અપરિચિત શબ્દોનો પરિચય જેવી અધ્યયન નિષ્પતિઓનો સમાવેશ થતો હોવાથી અભ્યાસકે અહીં શબ્દકોશના મહત્વની ચર્ચા કરેલ છે.

Keywords:

ભાષામાંના નામ, સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ, કૃદંત ક્રિયાવિશેષણ, નામયોગી  ઉભયાન્વયી અને કેવળ પ્રયોગી પદોના મૂળ સ્વરૂપ તેમ એની લિંગ કે એ પ્રકારની ઓળખ અને અર્થ આપતો ભંડાર રૂપ ગ્રંથ

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026