Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

પુસ્તકથી પરદા સુધી... સિનેજગતનો અસલી ચહેરો...

Authors:

Dipti Ajay Buch

Abstract:

ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર તથા અભિનેતા વિઠ્ઠલ પંડ્યા દ્વારા લખાયેલી ઉત્તમ સંસ્મરણકથા એટલે 'અસલી નકલી ચહેરા' ફિલ્મ ઉદ્યોગના આંતરિક જગત તેની ઝાકઝમાળ અને તેની પાછળ છુપાયેલા અસલી નકલી ચહેરાઓ વિષે સંસ્મરણો આલેખ્યા છે. આ પુસ્તક એટલું લોકપ્રિય બન્યું કે તેનો હિન્દી અનુવાદ પણ થયો. સાહિત્ય અને સિનેજગતને જોડતી ગુજરાતી ભાષામાં લખાયેલી આ પ્રથમ સંસ્મરણકથા છે. માનવ સ્વભાવ અને સમાજના ધોરણો પર પ્રકાશ પાડતી આ સંસ્મરણકથા તરીકે પણ ગણાઈ છે. નવલકથાના કેન્દ્રમાં માણસનો ચહેરો માત્ર મુખવટો છે. તેની પાછળ છુપાયેલી અસલી-નકલી સ્વભાવની કડવી વાસ્તવિકતા રજૂ કરી છે. સમાજમાં પ્રતિષ્ઠિત દેખાતા લોકો અંદરથી કેટલા કપટી હોઈ શકે છે અને બહારથી સામાન્ય લાગતા લોકો દિલના સાફ હોય છે એ નવલકથાનો મુખ્ય વિષય છે. લોકોને પ્રથમ પાનાથી છેલ્લા પાનાં સુધી જકડી રાખતી આ નવલકથા ગુજરાતી ભાષાનું મૂલ્યવાન ઘરેણું છે. જેણે સિનેજગતની વાસ્તવિકતા રજૂ કરી છે.

Keywords:

નવલકથા વિષયક માહિતી, ગદ્યપ્રકાર, સંસ્મરણો, ભ્રામક હકીકત અને વાસ્તવિકતાનું દર્શન, એક વિશિષ્ટ વિષય, ભાષાશૈલી, પ્રસ્તુતીકરણ.

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026