Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

અનુસંધાન અનિયત કાલિક પત્રિકા વર્ષ - ૨૦૨૬

Authors:

Sandhya Khandhar

Abstract:

           ‘અનુસંધાન’આચાર્ય દેવશ્રી શીલચંદ્રસૂરિશ્વરજી દ્વારા સંપાદિત અનિયતકાલિક સંશોધન પત્રિકા છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં થતાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે શરૂ થયેલી આ પત્રિકામાં પાછળથી પ્રાચીન ગુજરાતી સાહિત્યને પણ મહત્વનું સ્થાન મળ્યું છે. તેમાં સ્તવન, સજ્ઝાય, રાસ, ગીત, ચોવીસી, બત્રીસી, વિજ્ઞપ્તિપત્ર, ગંહુલી, પ્રશ્નમાલા, કુટકાવ્યો, હરિયાળી, ચૈત્યપરિપાટી વગેરે વિવિધ સાહિત્યસ્વરૂપોની અપ્રગટ અને દુર્લભ કૃતિઓ પ્રકાશિત થઈ છે.

         પત્રિકામાં મધ્યકાલીન સમયના રાજકારણ, સમાજવ્યવસ્થા, જૈન ગચ્છોની પરિસ્થિતિ, ભાષા, સાહિત્ય, ધર્મ, સંસ્કૃતિ, ઇતિહાસ અને પુરાતત્ત્વ જેવા વિવિધ વિષયોનું સંશોધન જોવા મળે છે. સંશોધન લેખો ઉપરાંત પ્રાચીન હસ્તપ્રતોનું સંપાદન, અનુવાદ, ટીકાઓ, ગ્રંથસમીક્ષા અને ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રકાશન પણ તેની વિશેષતા રહી છે.  

         ‘અનુસંધાન’ની એક મહત્વની વિશેષતા એ છે કે તેમાં માત્ર પ્રશંસાત્મક સમીક્ષાને સ્થાન આપવામાં આવ્યું નથી, પરંતુ કૃતિની વિશેષતા સાથે તેની મર્યાદાઓ અને ખામીઓ તરફ પણ નિષ્પક્ષ રીતે ધ્યાન દોરવામાં આવ્યું છે. આમ, આ પત્રિકા જૈન સાહિત્ય અને પ્રાચીન ગુજરાતી સાહિત્યના સંશોધન માટે મહત્વપૂર્ણ સાધન બની રહે છે.

Keywords:

અનુસંધાન, અનિયતકાલિક પત્રિકા, જૈન સાહિત્ય, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સંશોધન, સંપાદન, પ્રાચીન હસ્તપ્રતો, પ્રાકૃત, અપભ્રંશ, વિજ્ઞપ્તિપત્ર, જૈન પરંપરા, ઇતિહાસ, પુરાતત્ત્વ, ગ્રંથસમીક્ષા.

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026