Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ચીખલી તાલુકાના કોળી સમાજના મરણના રિવાજો : સામાજિક સથવારો

Authors:

Tina Patel

Abstract:

 ગુજરાતી સાહિત્યમાં મરણની વાત કહેતા અરવિંદ બારોટ લખે છે, 

                “ જીવનમાં ભલે અવનવા રંગો ઊઘડતા હોય પણ, લોકસમાજે મૃત્યુના કાળા રંગને પણ સ્વીકાર્યો છે. એમાંથી જ સ્વજનના મૃત્યુ વખતના રુદન સાથે વિલાપના સૂર પ્રગટ્યા. પ્રિયજનના વિરહના તીવ્ર સંવેદનો વ્યક્ત કરવા સહજ શબ્દો કંઠે ચડ્યા.”  ચીખલી તાલુકામાં રહેતા કોળી સમાજમાં પણ જન્મ સમયે હાલરડાં ગવાય, લગ્ન સમયે લગ્નગીતો ગવાય, ધાર્મિક તહેવારોમાં ભજન અને ધૂન ગાતાં ભક્તિના રંગમાં રંગાયેલા લોકો જોવા મળે છે જ્યારે મૃત્યુ સમયે ઉત્સવ કે હરખ નહીં પરંતુ હૃદયના આધાતને શબ્દરૂપ અપાય છે. આક્રંદ જ્યારે અસહ્ય બને છે ત્યારે તે શબ્દ સ્વરૂપે નીકળે છે. કોળી સમાજમાં મરણ સમયે એવા કેટલાક રિવાજો છે જ્યારે હૃદયના આઘાતને શબ્દો દ્વારા પ્રગટ કરવામાં આવે છે. એ મૃત્યુ સંસ્કારોના આલેખન દ્વારા સામાજિક સહકારની આ ભૂમિકાને રજૂ કરવાનો ઉદ્દેશ છે. મરણ સમયે સમાજ આવા રિવાજોના કારણે એકબીજાની પડખે રહે છે અને એકબીજાનો સથવારો બની રહે  તેને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

Keywords:

ગ્રામજીવન, સમાજજીવન, મૃત્યુ સંસ્કાર, આઘાત, પરંપરા, સંસ્કૃતિ

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026