Pratima Pandya, Darshana Oza
સ્વાતંત્ર્યોતર યુગની સૌંદર્યલક્ષી કવિતા
પછી પ્રયોગલક્ષી અદ્યતન કવિતાનો જુવાળ આવ્યો. 'રે મઠ'ના કવિઓનો તેમાં મોટો ફાળો
હતો. 'રે મઠ' સાથે સીધા કે આડકતરા સંકળાયેલા બે કવિ - રાવજી પટેલ તથા મણિલાલ
દેસાઈના,જીવન અને સર્જનની વાત અહીં કરી છે. આધુનિકતા અને પ્રયોગશીલતા જેવા બે
લક્ષણોને ધ્યાનમાં લઈને બંને કવિઓના સર્જનનો ચિતાર અહીં આલેખી, બંનેની સામ્યતા અને
જુદાપણાની રૂપરેખા પણ દર્શાવવામાં આવી છે.
પ્રયોગલક્ષી અદ્યતન કવિતા - કવિ રાવજી
પટેલ - કવિ મણિલાલ દેસાઈ - ભાવસૃષ્ટી - સ્વાતંત્ર્યોતર આધુનિક કવિતા
VOL.18, ISSUE No.2, June 2026