Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ડિજિટલ ગ્રંથાલયોમાં માહિતી પુનઃપ્રાપ્તિની બદલાતી પદ્ધતિઓ: ટેકનોલોજી અને વપરાશકર્તા વર્તનનો અભ્યાસ (CHANGING METHODS OF INFORMATION RETRIEVAL IN DIGITAL LIBRARIES: A STUDY OF TECHNOLOGY AND USER BEHAVIOUR)

Authors:

Kalpesh Vasaiya, Rahul Joshi

Abstract:

આજના આધુનિક ડિજિટલ યુગમાં ગ્રંથાલય સેવાઓમાં ઝડપી પરિવર્તન જોવા મળી રહ્યું છે. પરંપરાગત માહિતી શોધ પદ્ધતિઓ હવે ડિજિટલ પ્લેટફોર્મ, સર્ચ એલ્ગોરિધમ્સ અને સ્માર્ટ સિસ્ટમોથી બદલાઈ રહી છે. માહિતી પુનઃપ્રાપ્તિ ની નવી પદ્ધતિઓ વપરાશકર્તાને વધુ ઝડપી, ચોક્કસ અને સંબંધિત માહિતી પ્રદાન કરે છે. આ સંશોધન લેખમાં ડિજિટલ ગ્રંથાલયોમાં માહિતી પુનઃપ્રાપ્તિની આધુનિક પદ્ધતિઓ, વપરાશકર્તા વર્તન અને ટેકનોલોજી આધારિત બદલવાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.  આ સંશોધન લેખનો મુખ્ય હેતુ ડિજિટલ ગ્રંથલયોમાં માહિતી પુનઃપ્રાપ્તિની બદલાતી પદ્ધતિઓનું વિશ્લેષણ કરવો અને ટેકનોલોજીના વિકાસથી વપરાશકર્તા વર્તનમાં આવેલા પરિવર્તનોનું અધ્યયન કરવો છે. અભ્યાસમાં વધુ જાણવા અને સમજવા મળે છે કે વપરાશકર્તાઓ હવે ઝડપી, ચોક્કસ અને સરળ માહિતી પ્રાપ્તિ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ વધુ આધારિત બન્યા છે. જેમ કે મોબાઈલ ટેકનોલોજી, ક્લાઉડ આધારિત સેવાઓ અને સ્માર્ટ સર્ચ સિસ્ટમો દ્વારા માહિતી સુધી પહોંચ વધુ સરળ અને વ્યાપક બની છે. તેથી, માહિતી અતિશયતા, માહિતીની ગુણવત્તા ચકાસણી, ડિજિટલ સાક્ષરતાનો અભાવ અને ટેકનિકલ મર્યાદાઓ જેવા પડકારો પણ સામે આવે છે. આ અભ્યાસમાં દર્શાવે છે કેડિજિટલ ગ્રંથાલયોમાં નવી માહિતી પુનઃપ્રાપ્તિ પદ્ધતિઓ માત્ર માહિતી સુધી પહોંચને સરળ બનાવતી નથી, પરંતુ વપરાશકર્તાનાં અભ્યાસ, સંશોધન અને જ્ઞાન પ્રાપ્તિના સ્વરૂપને પણ બદલતી જાય છે. ભવિષ્યમાં વધુ સ્માર્ટ અને વપરાશકર્તા કેન્દ્રિત માહિતી પુનઃપ્રાપ્તિ પ્રણાલીઓ વિકસવાની શક્યતા છે. 

Keywords:

ડિજિટલ ગ્રંથાલય, માહિતી પુનઃપ્રાપ્તિ, સેમેન્ટિક સર્ચ, વપરાશકર્તા વર્તન, માહિતી ટેકનોલોજી, ડિજિટલ સાક્ષરતા. 

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026