Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ધર્મપરાયણ માનવજીવન

Authors:

Dimple Kothari

Abstract:

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને સમૃધ્ધ છે. ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ પર અવલંબે છે. સનાતન ધર્મમાં સદાચાર, સદ્દભાવના, નૈતિકતા, સંયમ સમાવિષ્ટ છે. સનાતન ધર્મમાં દરેક ધર્મનો સમાવેશ છે. પ્રત્યેક ધર્મ, સંપ્રદાય, જાતિ આદિમાં માનવધર્મ શ્રેષ્ઠ છે. વેદકાળથી ઋષિમુનિઓએ માનવજન્મની યથાર્થતાને દાખવી છે. દરેક વ્યક્તિ સમાજનો જ હિસ્સો છે એટલે તેને સામાજિક પ્રાણી કહેવાય છે. સમાજમાં રહેતા પ્રત્યેક વ્યક્તિએ માનવધર્મ સુપેરે નિભાવવો જોઈએ, તે માટે સત્સંગ એ સહાયરૂપ છે.

       ધર્મ જેવા વ્યાપક વિષયને મેં આલેખવાનો પ્રામાણિક પ્રયાસ કર્યો છે. સાગરને ગાગરમાં ભરવાની યથોચિત કોશિશ કરી છે. ધર્મના કેટલાય ગૂઢ અર્થોનો નિર્દેશ આપ્યો છે. બીજા સંપ્રદાયોમાં પ્રવર્તતી ધર્મપરાયણતા વિશે પણ નાનકડી ભૂમિકા બાંધી છે.

Keywords:

માનવધર્મ, સમાજ, ધાર્મિકતા, માનવજીવન, ધર્મ.

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026