Sheetal Thaker
શિક્ષણ માહિતીલક્ષી હોય
શકે પરંતુ કેળવણી નહીં. કેળવણી એ પારંપરિક શિક્ષણ કરતાં વધુ પ્રાયોગિક અને સર્વાંગી
વિકાસ કેન્દ્રી પ્રક્રિયા છે. આ માનવજીવનમાં સતત સક્રિય રીતે ચાલતી આ પ્રક્રિયામાં
સાહિત્ય અસરકારક સાધન બને છે. સાહિત્ય જે માનવજીવનનું દર્પણ છે, તે કેળવણીમાં
મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સાહિત્ય બાળમાનસને સમજી બાળકોના મનોરંજન માટે રચાય તો તે
બાળસાહિત્યનું સ્વરૂપ ધારણ કરે છે. બાળવયે જ સાહિત્યની સમજ કેળવાય તો તેના
ઉત્કૃષ્ટ પરિણામો જોવા મળે છે. બાળસાહિત્યમાંથી જ જન્મેલી બાળપ્રિય પ્રવૃત્તિ એટલે
‘બાળનાટક’. એકમાત્ર એવું સાહિત્ય સ્વરૂપ જેમાં કલા શબ્દ વપરાય છે, તે છે ‘નાટ્યકલા’.
બાળનાટ્યપ્રવૃત્તિ એ પ્રતથી પ્રયોગ સુધીની યાત્રા છે. આ યાત્રા બાળકોને નાટક
વિશેના શિક્ષણથી માંડી નાટકની ભજવણી સુધી દોરી જાય છે. આ યાત્રા દરમ્યાન તેનામાં
માનસિક, સામાજિક અને નૈતિક ગુણોનો વિકાસ થાય છે. માટે જ ‘બાળનાટક’ને શૈક્ષણિક સાધન
ગણી તેની સુઆયોજિત તાલીમ દેવી આવશ્યક છે. આ પ્રકારની નાટ્યતાલીમ જેમાં વિવિધ કલાઓ
સમાયેલી છે તે તેના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય છે. બાળકેળવણીમાં આ રીતની
નાટ્યતાલીમ ફક્ત મનોરંજન કે આનંદપ્રદાન પૂરતી મર્યાદિત ના રહી બાળકને સંપૂર્ણ રીતે
ઘડે છે. સાંપ્રત સમયમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં પણ આ વાતનો સ્વીકાર કરવામાં
આવ્યો છે કે બાળકનું પ્રારંભિક શિક્ષણ વિવિધ કળાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું
હોવું જોઈએ. બાળકેળવણીમાં બાળનાટકને સશક્ત અને અસરકારક ઘટક તરીકે કઈ રીતે જોઈ શકાય
તે વિશેની સમીક્ષાત્મક અને વિશ્લેષણાત્મક ચર્ચા પ્રસ્તુત લેખમાં કરવામાં આવી છે.
બાળકેળવણી – બાળનાટક – નાટ્યપ્રવૃત્તિ – નાટ્યશિક્ષણ - સર્વાંગી વિકાસ
VOL.18, ISSUE No.2, June 2026