Indravati Zala
આજે ગુજરાતી રંગભૂમિની વાત કરવી
હોય તો ‘મુંબઈની ગુજરાતી રંગભૂમિ’નાં ઈતિહાસને જાણવો અતિ આવશ્યક છે. મુંબઈની
રંગભૂમિ ગુજરાતી નાટક માટે એક ભવ્ય ઐતિહાસિક ઘટના છે. જેનો પ્રારંભ મુંબઈમાં
પારસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતી ભાષા પાસે પોતાના નાટકો હતાં પણ એમની
પાસે રંગભૂમિ નહોતી. પારસીઓએ સૌપ્રથમવાર ગુજરાતી નાટકને રંગભૂમિ પર લઇ જવાની પહેલ
કરી... અહીંથી આપણી ગુજરાતી નાટકોની રંગયાત્રાનો પ્રારંભ થાય છે. આજે નવી પેઢી
ગુજરાતી રંગભૂમિનાં આ ભવ્ય વારસાથી સંપૂર્ણ અપરિચિત છે. અહીં મારા શોધપત્રમાં આ
ભવ્ય વારસાની એક નાનકડી સંક્ષિપ્ત ઝલક આપવાનો પ્રયાસ માત્ર છે. જેથી ગુજરાતી
સાહિત્યરસિક અને નાટ્યરસિક આપણી આ ભવ્ય પરંપરાથી પરિચિત થાય. પ્રારંભે નાટકને
કલાસ્વરૂપ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. ત્યારબાદ મુંબઈની ગુજરાતી રંગભૂમિની એક
નાનકડી ઝલક પ્રસ્તુત શોધપત્રમાં આપવાનો પ્રયત્ન કર્યો છે.
નાટક - ગુજરાતી
રંગભૂમિ - મુંબઈનું ગુજરાતી થિયેટર - ભાંગવાડી - શુદ્ધ ગુજરાતી રંગભૂમિ - પારસી
અને ગુજરાતી નાટ્યમંડળી - પ્રસ્તુતિકરણ.
VOL.18, ISSUE No.2, June 2026