Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

શ્રી વિઠ્ઠલ પંડ્યાનું વિશિષ્ટ સાહિત્ય

Authors:

Dipti Ajay Buch

Abstract:

ગુજરાતી સાહિત્યમાં કથા સાહિત્યનો લોકભોગ્ય પ્રકાર 'નવલકથા' છે. મૂળ અંગ્રેજી શબ્દ 'નોવેલ' પરથી આ ગદ્યપ્રકાર આવ્યો છે. વિષયવસ્તુ જોઈએ ત્યાંથી મેળવી લેવાની અહીં મોકળાશ હોય છે. પાત્રો, ઘટના, પ્રસંગોથી એનો ઘાટ ઘડાય છે. સર્વપ્રથમ ઐતિહાસિક નવલકથા 'કરણઘેલો' નંદશંકર મહેતાએ ૧૮૬૬ માં લખી ત્યારબાદ નવલકથાના ક્ષેત્રમાં અનેક નવલકથાકારો આવ્યા પણ પોતાની 'ઉત્કૃષ્ટ એકાવન' નવલકથા આપનાર ઉત્તર ગુજરાતના નવલકથાકાર શ્રી વિઠ્ઠલ પંડ્યા હંમેશા ધ્યાનાકર્ષી રહ્યા છે. ધરતીપુત્રથી સરસ્વતીપુત્ર સુધીની તેઓની સફર રોમાંચક રહી છે. પછાત ગામડાથી આધુનિક મુંબઈને કલમથી કંડારનાર આ કલમવીરે ક્રાંતિ સર્જી પોતાના ભાષાવૈભવથી..!! આ વિશિષ્ટ સાહિત્ય સર્જકની વિશેષતાઓને આલેખવાનો આ એક નાનકડો પ્રયાસ છે.

''હું હજી ક્યા પૂર્ણ કળાયો છું ?
અડધો - પડધો જ ઓળખાયો છું..''

- અમૃત ઘાયલ

એમણે ઓળખવા એમનું સાહિત્ય જ પર્યાપ્ત છે.

Keywords:

નવલકથા વિષયક માહિતી, ગદ્યપ્રકાર, નવલકથાના વિશિષ્ટ વિષયો, ભાષાશૈલી, પ્રસ્તુતીકરણ.

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026