Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

જૂનાગઢ રાજ્યનો આર્થિક વિકાસ (૨૦મી સદીનાં પરીપેક્ષ્યમાં)

Authors:

Zenamabibi Kadari

Abstract:

જૂનાગઢમાં બાબી રાજવંશની સ્થાપનાં ઈ.સ. ૧૭૪૮ માં થઇ.  આથી સ્વાભાવિક છે કે ત્યારે તરત જ તેમની આર્થિક પરિસ્થિતિ બહુ સારી ન હોય અને વળી મુઘલસત્તાની ધુરા ફગાવી દેતા મહેસૂલી વસૂલાત કરવી અને ખંડણી ઉઘરાવવી એ પણ મુશ્કેલજનક બની ગયુ હોય. આથી શેરખાન બાબીથી માંડીને શરૂઆતના ચાર-પાંચ નવાબો સુધી તેમની આર્થિક સ્થિતિ ડામાડોળ રહી હશે અને એટલે જ ઘણી વખત પગાર ન ચૂક્વવાને લીધે આરબોએ નવાબોને ઉપરકોટમાં ઘણી વખત કેદ કરી લીધા હતા. એ બાબત બતાવે છે કે એ સમયની નવાબી પાસે લશ્કરને ચૂકવવાના પૈસાના પણ સાસા હતા. એટલે જ તેમણે ધોરાજી ગોંડલના રાજવી કુંભાજીને વેચવુ પડયુ હતુ. આ પછી પણ અન્ય નવાબોએ પણ આર્થિક બાબતોની તંગી ભોગવવી પડી હતી. તે પછી દીવાન અમરજીના સમયથી નવાબોની આર્થિક પરિસ્થિતિ સુધરી હતી અને આખા સૌરાષ્ટ્રમાં તેઓ આકારણી કરેલી જોરતલબી ઉઘરાવતા થયા હતા. તેથી તેમની આવકમાં સારો એવો વધારો થયો હતો. આ વધારો થવાના પણ કેટલાક કારણો હતા. જેનું પ્રથમ કારણ એ હતુ કે, જેમ જેમ ઓગણીસમી સદીનો સમય આગળ વધતો ગયો તેમ-તેમ બંદર, પોસ્ટ, રેલવે, ખેતી જેવા આવકના સાધનોમાં મોટા પ્રકારનું પરિવર્તન આવવાથી તેનો ખૂબજ વિકાસ થયો હતો. અને જે વધુ આવકનો લાભ નવાબ મહાબતખાનજી બીજાના સમયથી મળેલો જણાય છે. બાકી ચોથા નવાબ બહાદુરખાનજી બીજાના સમયમાં કર્નલ ટોડ ઇ.સ. ૧૮૨૨ માં જૂનાગઢ આવ્યો ત્યારે તે લખે છે કે “નવાબ એક ખંડિયેર જેવા મકાનમાં રહે છે.”  કર્નલ જેમ્સ ટોડનું આ મંતવ્ય જ નવાબની આર્થિક પરિસ્થિતિ એ કાળમાં બહુ સારી નહિ હોવાનું સૂચવે છે વેપારની ખીલવણી માટે રાજયે વ્યાપાર અધિકારીની પણ નિમણૂંક કરી હતી. રાજયમાં કુલ પાંચ પ્રકારના ખેતીવાડી સિવાયના ઉદ્યોગો વિકસ્યા હતા. (૧) મીઠા ઉદ્યોગ (૨) પથ્થર ઉદ્યોગ (૩) માછીમારી ઉદ્યોગ (૪) પશુપાલન ઉદ્યોગ (૫) જીનીંગ ઉદ્યોગ. રાજયની આર્થિક નીતિ પ્રજાલક્ષી અને રાજયને સતત ઉન્નત દરજ્જે લઈ જતી હોવાનું જણાય છે. પણ એ આર્થિક બાબતોને ઊંચે લઈ જતી વ્યવસ્થા નવાબ મહાબતખાનજી બીજાના સમયમાં શરૂ થઇ હતી અને નવાબ રસુલખાનજીના અવસાન સાથે પૂર્ણ થઇ હતી તેમ કહી શકાય. કારણ કે નવાબ મહાબતખાનજી ત્રીજાના સમયમાં જૂનાગઢ રાજયમાં કોઇ આર્થિક બાબતે ધરમૂળમાંથી ફેરફાર કરવાના પ્રસંગો ઉપસ્થિત થયા ન હતા

Keywords:

જીનીંગ, સ્વસ્થાન, પાખપોટ, અગરિયા

Vol & Issue:

VOL.18, ISSUE No.2, June 2026