C G Brahmbhatt, Prajapati Dharmikbhai Shambhubhai
વર્તમાન સમયમાં જ્યારે વિશ્વ
ગ્લોબલ વૉર્મિંગ, સ્વચ્છ હવા, અને સ્વચ્છ વાતાવરણના અભાવનો સામનો કરી રહ્યું છે
અને ગુજરાતના શહેરી વિસ્તારોમાં પણ પ્રદૂષિત હવાનું પ્રમાણ (AQI)વધી રહ્યું છે. આવી ગંભીર
પરિસ્થિતિમાં સ્વચ્છ પર્યાવરણના મહત્વ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ સમાચાર
પત્રો, સામયિકો, સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટના મધ્યમથી પ્રયત્નો થઈ રહ્યા છે. આથી વિશેષ ઘણા લોકો દ્વારા પોતાના
લેખો અને પુસ્તકોમાં ‘પર્યાવરણીય વિવેચન’ એક મહત્વના વિષયવસ્તુ તરીકે તરી આવ્યું
છે. ગુજરાતી સાહિત્યમાં ધ્રુવ ભટ્ટ એક એવા સર્જક છે કે જેમની કૃતિઓમાં પ્રકૃતિ
માત્ર એક પૃષ્ઠભૂમિ નહીં પરંતુ એક જીવંત પાત્ર તરીકે પ્રગટે છે. પ્રસ્તુત શોધ
પત્રમાં તેમની નવલકથા ‘તત્વમસિ’
કે જેના માધ્યમથી ગુજરાતી ચલચિત્ર ‘રેવા’ (૨૦૧૮)બન્યું તેમાં નવલકથાના આધારે
પર્યાવરણ અને મનુષ્યના આંતર સંબંધોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ‘તત્વમસિ’
નવલકથાની પ્રથમ આવૃત્તિ ૧૯૯૮માં પ્રકાશિત થઈ હતી. આ નવલકથા ‘નર્મદા’ નદીના તટ પર
વસવાટ કરતા લોકો જેમાં મુખ્યત્વે આદિવાસી પ્રજા છે તેમના લોકજીવનની કથા છે.
‘તત્વમસિ’નો શાબ્દિક અર્થ થાય છે ‘તે તું જ છે’ એટલે કે પ્રકૃતિ અને પુરુષ એકજ છે.
આથી કહી શકાય કે આ નવલકથા માત્ર નદી કે જંગલનું વર્ણન માત્ર નથી કરતી પરંતુ
પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચેનો આધ્યાત્મિક સંબંધ પણ સમજાવે છે.
સાહિત્ય, પર્યાવરણ, નવલકથા
VOL.18, ISSUE No.1, March 2026