Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

સિનેમા અને સમાજ: “ફૂલે” ચલચિત્રનું સમાજશાસ્ત્રીય વિહંગાવલોકન

Authors:

Pareshkumar Patel

Abstract:

જે પ્રકારે સાહિત્ય સમાજનું દર્પણ છે. તેજ પ્રકારે સિનેમા પણ સમાજનુ દર્પણ છે. જે તે સમયના સિનેમામાં તત્કાલીન સમયના પ્રશ્નો, સંસ્કૃતિ, મૂલ્યો, ધોરણો, સમસ્યાઓ, સભ્યતા, ફેશન, ટેકનોલોજીની સાથોસાથ અન્ય ઘણુબધુ વ્યક્ત થતુ હોય છે. જે પ્રમાણે સમાજ પોતાનુ વજૂ બદલે છે, તે પ્રમાણે સિનેમા પણ તે દિશામાં પોતાનું સ્વરૂપ બદલે છે. પ્રસ્તુત લેખમાં હમણાજ રીલીઝ થયેલ અત્યંત તેજાબી ચલચિત્ર ફૂલેનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં આવેલ છે. પ્રસ્તુત ફિલ્મમાં નિર્માતાઓ દ્વારા પોતાના કાર્યો થકી સમાજિક ક્રાંતિની જ્યોતિ પ્રગટાવનાર જ્યોતિબા ફૂલે અને તેમના અર્ધાંગિની માતા સાવિત્રીબાઇ ફૂલે દ્વારા કરવામાં આવેલ સામાજિક સુધારાની પ્રવૃતિઓનો આબેહૂબ ચિતાર અપાયો છે. જેમાં તત્કાલીન સમયની વિભિન્ન સામાજિક સમસ્યાઓને તાદર્શ સ્વરૂપે વાચા અપાઇ છે. બાળવિવાહ, વિધવા પુનર્લગ્નની મનાઇ, કજોડા લગ્ન વગેરે કંઇ કેટલાય પ્રશ્નો અંગેની વિગતો અત્રે વ્યક્ત કરાઇ છે. પ્રસ્તુત અભ્યાસમાં સિનેમા અને સમાજના અનુસંધાને સામાજિક વિજ્ઞાનની ગુણાત્મક સંશોધન પદ્ધતિ વિષયવસ્તુ વિશ્લેષણ દ્વારા ઉક્ત ચલચિત્રનું સમાજશાસ્ત્રીય વિશ્લેષણ કરવામાં આવેલ છે. આ સિનેમા થકી સામાજિક પરિવર્તનની દિશામા મહત્વનો સંદેશ મળે છે કે, ફૂલે દંપતીના  જીવનમાંથી પ્રેરણા લઈને તેઓ દ્વારા પ્રજ્વલિત ક્રાંતિની જ્યોતિને અખંડ રાખવાની તેમજ સમગ્ર ભારત વર્ષમાં લોક હૃદયે પ્રજ્વલિત કરવાની  જવાબદારી આજના યુવાઓએ સ્વીકારવી પડશે!

Keywords:

સાહિત્ય, સમાજ, સમાજશાસ્ત્ર, વિષયવસ્તુ વિશ્લેષણ, સામાજિક સમસ્યા 

Vol & Issue:

VOL.18, ISSUE No.1, March 2026