Hasmukh Panchal
વર્તમાન સમય ઝડપી વિકાસ અને બદલાવનો છે. વિશ્વમાં નગરીકરણ ઝડપથી થઈ રહ્યું છે,
જે નગરમાં વસ્તીનું કેન્દ્રીકરણ દર્શાવે છે. 2011ના વસ્તીગણતરીના આંકડા જોતા
ભારતમાં નગરીકરણ 32 ટકા અને ગુજરાતમાં 42 ટકા છે. ભવિષ્યમાં આ આંકડામાં ઉમેરો થતો
જશે, જે નગરમાં સ્થળાંતર દર્શાવે છે. જેના પરિણામે નગર જીવનની સમસ્યાઓની સાથે
સામાજિક બદલાવ જોવા મળશે. ગુજરાતમાં ઝડપી શહેરીકરણ, મેટ્રો સંસ્કૃતિ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ, ડિજિટલ અર્થતંત્ર અને ગ્લોબલાઈઝેશનના પ્રભાવને કારણે નગર સમુદાયના જીવનમાં મોટા બદલાવ આવ્યા છે. તેને સાંપ્રત ગુજરાતી સાહિત્યમા સાહિત્યકારોએ ઉજાગર કર્યું
છે. સાંપ્રત ગુજરાતી સાહિત્યમાં શહેર જીવનના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને માનસિક પાસાઓનું નિરૂપણ જોવા મળે છે. ગુજરાતી શહેર આધારિત સાહિત્ય આધુનિક શહેરી જીવનની વાસ્તવિકતાઓ રજૂ કરે છે, પરંતુ ડિજિટલ યુગ, સ્માર્ટ સિટી વિકાસ, માનસિક આરોગ્ય, ગેટેડ સમાજ અને ડિજિટલ અર્થતંત્ર જેવા નવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક સંશોધન હજુ જરૂરી છે. ઝડપી શહેરીકરણ લોકો વચ્ચેના પરંપરાગત સામાજિક સંબંધોને નબળા બનાવે છે. ડિજિટલ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયા સંવાદ વધારતા હોવા છતાં, વાસ્તવિક માનવીય સંબંધોની ઊંડાઈ ઘટે છે. પરિણામે વ્યક્તિ ભીડભરેલા શહેરમાં રહેતાં હોવા છતાં એકલતા અનુભવે છે. આ બાબતનો નિસ્બત સાહિત્ય અને સમાજના
આંતરસંબંધોમાં જોવા મળે છે. તેને સાંપ્રત ગુજરાતી
સાહિત્યમાં સામાજિક રીતે સમજવા માટે આ અભ્યાસ છે.
સાંપ્રત, ગુજરાતી
સાહિત્ય, સમાજ, નગર, ગુજરાત, આધુનિક.
VOL.18, ISSUE No.1, March 2026