Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

૨૧મી સદીના ગુજરાતમાં તરુણાવસ્થા પર સોશ્યલ મિડિયાના પ્રભાવ, પડકારો અને તકો

Authors:

Pallavika M. Bhatt

Abstract:

સોશ્યલ મીડિયાએ પ્રવર્તમાન સમયમાં સમાજ અને સામાજિકતાના અર્થોને બદલી નાખ્યા છે. આજના સમયમાં વ્યક્તિને તેના સમાજની કે સમુદાયની જેટલી દરકાર નથી તેનાથી વધુ તો સોશ્યલ મીડિયા પર રહેલ આભાસી સમાજની દરકાર હોય છે. સોશ્યલ મીડિયાનો આ પ્રભાવ ગુજરાત જેવા આર્થિક અને સામાજિક રીતે વિકાસની હરણફાળ ભરતા રાજ્યના તરુણો પર કેટલો છે અને તેને લઈને ઊભા થતા પડકારો તેમજ તકોનું વિશ્લેષણ પ્રસ્તુત પેપરમાં કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પેપર ગૌણ માહિતી પર આધારિત છે. જેમાં પ્રકાશિત સંશોધન લેખો, સરકારી અહેવાલો, સર્વેક્ષણો, પુસ્તકો, શૈક્ષણિક જર્નલો અને વિશ્વસનીય ડિજિટલ સ્રોતોના આધારે વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

અભ્યાસમાં સોશ્યલ મીડિયાની વિભાવના સ્પષ્ટ કરી જુદા જુદા અભ્યાસો અને અહેવાલોના આધારે સોશ્યલ મીડિયાની તરુણાવસ્થા પરની અસરોને રેખાંકિત કરવામાં આવી છે. ઉપરાંત સોશ્યલ મીડિયાના સિદ્ધાંતોની સમજ આપી તરુણાવસ્થા પર સોશ્યલ મીડિયાનો પ્રભાવ, પડકાર અને તકો વિશે તાર્કિક અને માળખાકીય વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે

Keywords:

સોશ્યલ મીડિયા, તરુણાવસ્થા, ટેકનોલોજી 

Vol & Issue:

VOL.18, ISSUE No.1, March 2026