Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ગાંધીજી અને ગ્રામ સ્વરાજ : વર્તમાન સંદર્ભમાં તેની પ્રસ્તુતતા

Authors:

Hitesh Jagani

Abstract:

ગ્રામ સ્વરાજ આત્મનિર્ભર ગામનો વિચારએ ગ્રામીણ પુનર્નિર્માણનો એક અનોખો ખ્યાલ છે. જે મહત્મા ગાંધી દ્વારા ભારતની આઝાદીના ઘણા સમય પહેલાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. તેમની ગ્રામ સ્વરાજની વિભાવનાને ગ્રામીણ પુનર્નિર્માણના વૈકલ્પિક મોડેલ પૈકી એક ગણવામાં આવે છે. જેનું પ્રાથમિક ધ્યાન સમાજના સર્વગ્રાહી તપાસ પર છે જ્યાં વ્યક્તિઓને આર્થિક વ્યવસ્થાના કેન્દ્રમાં રાખવામાં આવે છેપ્રસ્તુત શોધપત્રનો હેતુ ગાંધીજીના ગ્રામ સ્વરાજ અંગેના વિચારોને જાણવાનો છે. હાત્મા ગાંધી એક વ્યવહારુ આદર્શવાદી હોવાના કારણે રાજ્યવીહીન લોકશાહીના આદર્શોની વ્યાવહારિક ઉપયોગિતાને તેઓ સમજ્યા અને રાજ્યવીહિન લોકશાહીના તેમના આદર્શની કલ્પના તરીકે ગ્રામ સ્વરાજને રજૂ કર્યું. ગાંધીનું ગ્રામ સ્વરાજ ગ્રામીણ પુનર્નિર્માણ માટેનો એક વૈકલ્પિક અભિગમ છે. ગ્રામ સ્વરાજમાં ગામડાઓ દ્વારા સ્વ-શાસન અને નિયંત્રણ પ્રાપ્ત કરવું, જેમાં રાજકીય રીતે સ્વરાજ સ્વશાસનને સૂચિત કરે છે.ગાંધીના ગ્રામ સ્વરાજને અહિંસાથી અલગ કરી શકાતું નથી. ગાંધીએ સ્વશાસન અને સ્વનિયંત્રણની હિમાયત કરી હતી. ર૦મી સદીમાં ગાંધીએ આપેલ ગ્રામ સ્વરાજના વિચારો આજે પણ ર૧મી સદીમાં આપવા સૌ માટે માર્ગદર્શકરૂપ છે

Keywords:

સ્વરાજ, ગ્રામ સ્વરાજ, ગામડું

Vol & Issue:

VOL.17, ISSUE No.4, December 2025