Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

નદીઓનું આંતરિક જોડાણ પ્રોજેક્ટ : લાભો અને પડકારો

Authors:

Rekha A. Kaklotar

Abstract:

 ભારત એક ખેતીપ્રધાન દેશ છે તથા ગામડાઓનો બનેલો દેશ છે. ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર આધારિત છે. આવા સંજોગોમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ થાય તો ઉભા પાકને નુકસાન થાય છે. ઉપરાંત દેશના કેટલાય વિસ્તારમાં વારંવાર દુષ્કાળ પડે છે તથા પીવાના પાણીની સમસ્યા પણ જોવા મળે છે. બીજી બાજુ, દેશમાં વહેતી મોટી નદીઓ જેમ કે તાપી, નર્મદા, ગંગા, સરસ્વતી વગેરે નદીઓનું પાણી ચોમાસા દરમિયાન સમુદ્રમાં ઠલવાઈ જાય છે. કેટલાય વિસ્તારમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થાય છે. આવા સંજોગોમાં પૂર નિયંત્રણ તથા દુષ્કાળની નાબૂદી માટે પાણીનું યોગ્ય આયોજન થાય તે ખૂબ જરૂરી છે. દેશમાં વહેતી નાની- મોટી નદીઓનું જોડાણ તે માટે એક મહત્વનો વિકલ્પ છે. જેને લીધે પીવાના પાણીની સમસ્યા હલ કરી શકાશે સાથે ખેતીને  સિંચાઈની સગવડતા પ્રાપ્ત થશે. પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવાના આશયથી સરકાર દ્વારા નદીઓના જોડાણ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. પેપરમાં નદીઓના આંતરિક જોડાણનો ઇતિહાસ તપાસવામાં આવ્યો છે. સાથે તેના લાભો અને પડકારોનું વિશ્લેષણ કરી યોજનાની સફળતા માટેના જરૂરી સૂચનો રજૂ કરવામાં આવ્યા છે.

Keywords:

પાણી વ્યવસ્થાપન , નદીઓનું આંતરિક જોડાણ , પર્યાવરણની જાળવણી   ખેતી , ટકાઉ આર્થિક વિકાસ

Vol & Issue:

VOL.17, ISSUE No.4, December 2025