Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

આદિવાસી સંસ્કૃતિમાં વ્યક્ત થતી પર્યાવરણીય સંવેદનશીલતા

Authors:

Mosam Trivedi

Abstract:

જંગલીય વિસ્તારોમાં વસતો આદિવાસી સમુદાય તેની જીવન શૈલીથી નોંખો પડે છે. ભારતનો આદિવાસી સમુદાય સદીઓથી ટકાઉ વિકાસના મૂલ્યને આધારે જીવતો આવ્યો છે. પ્રકૃતિના તત્વોના ઉપભોગની સાથે તેનું જતન કરવું પોતાની નૈતિક જવાબદારી માને છે. વર્તમાન  આદિવાસી સમુદાયના જીવન જીવવાની રીતોમાં તેના અવશેષ જોવા મળે છે. પ્રસ્તુત સંશોધન પત્રના માધ્યમથી પ્રાકૃતિક જીવન જીવવાની આદિવાસીઓની રીતોને સમજવામાં આવી છે. ટકાઉ વિકાસ એ માત્ર લક્ષ્યાંક નથી પરંતુ એ જીવન જીવવાની વ્યાવહારિક રીતમાં વ્યક્ત થાય છે. આ માટે આદિવાસી સમુદાયનું જીવન દર્શનને સમાજશાસ્ત્રીય અને માનવશાસ્ત્રીય રીતે અભ્યાસ થવો જરૂરી છે. પ્રસ્તુત સંશોધનમાં ગુણાત્મક માહિતી મેળવવાના હેતુ સાથે આદિવાસીઓના દૈનિક જીવનનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ માટે આદિવાસીઓના જીવનને કેન્દ્રિત જૂથ ચર્ચા અને બિન સહભાગી નિરીક્ષણ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધનના વિસ્તાર તરીકે ગુજરાતના આદિવાસી વસ્તીની બહુમતી ધરાવતા એવા દક્ષીણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત અને નવસારી જીલ્લોઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. દક્ષીણ ગુજરાતના વસતા આદિવાસીઓમાં વર્તમાન સમયમાં ટકી રહેલી પરંપરાગત જીવનશૈલી અને માન્યતાઓને અહીં જાણવાનો પ્રયાસ થયો છે. 

Keywords:

આદિવાસી સમુદાય, આદિવાસી સંસ્કૃતિ, પર્યાવરણ, ટકાઉ વિકાસ

Vol & Issue:

VOL.17, ISSUE No.4, December 2025