Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

શિક્ષક સજ્જતા અને રાષ્ટ્રીય એકતા માટે ચાણક્યના શિક્ષણ દર્શનનું સમકાલીન મૂલ્યાંકન

Authors:

Amrut J Bharvad, Darshin Dave

Abstract:

ચાણક્યના શિક્ષણ દર્શન અનુસાર, શિક્ષકને સમાજમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષકને માત્ર જ્ઞાન આપનાર તરીકે નહીં, પરંતુ સમર્થ નાગરિકો બનાવવાના આધારસ્તંભ તરીકે પણ જોવામાં આવ્યો છે. ચાણક્યના મતે શિક્ષકએ સમાજના નાયકો છે, જેઓ નૈતિક, ધાર્મિક અને બૌદ્ધિક મૂલ્યો દ્વારા વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે, અને તેમને રાષ્ટ્રના પ્રજ્ઞાવાન નાગરિક તરીકે વિકસાવે છે.

ચાણક્યના શિક્ષણ તત્વજ્ઞાનમાં શિક્ષકની સજ્જતાને વૈશ્વિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ સાથે જોવામાં આવી છે. તે માત્ર વિદ્યાર્થીની બૌદ્ધિક યાત્રાને માર્ગદર્શન આપે છે, પરંતુ તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ માટે પણ જવાબદાર છે. ચાણક્યે શિક્ષણને રાષ્ટ્રના એકતાના સ્તંભ તરીકે જોતું હતું. રાષ્ટ્રીય એકતા અને સુખાકારી માટે શિક્ષણનું મહત્વ ઘણું છે, કેમ કે દેશના નાગરિકોને એકતા અને સહકારની ભાવનામાં બાંધી રાખવાનું કાર્ય શિક્ષકો જ કરી શકે છે.

આધુનિક સમયમાં, ચાણક્યના આ વિચારધારાનું સમકાલીન મૂલ્યાંકન જોઈએ , શિક્ષકને માત્ર વિષયજ્ઞાન પૂરતું નથી, પરંતુ નૈતિક મૂલ્યો અને રાષ્ટ્રીયતા વિકાસિત કરવા માટે પણ મહત્વનું માનવું જોઈએ. આધુનિક શિક્ષણમાં પણ આ વિચાર ધર્મ, ભાષા, સંસ્કૃતિ કે જાતિના ભેદભાવોથી દૂર રહી, રાષ્ટ્રીય એકતા માટે સજ્જ શિક્ષણની જરૂર છે. શિક્ષક વિદ્યાર્થીઓમાં નૈતિક અને સામાજિક જવાબદારીઓ તેમજ દેશપ્રેમની ભાવના ઊભી કરી શકશે ત્યારે રાષ્ટ્રીય એકતા મજબૂત બનશે.

Keywords:

શિક્ષક સજ્જતા,શૈક્ષણિક અને બૌદ્ધિક સજ્જતા,રાષ્ટ્રીય એકતા,પ્રજાસત્તાકના મૂલ્યો

Vol & Issue:

VOL.17, ISSUE No.1, March 2025