Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ઈટાલીયન સર્જક લુઈજી પિરાન્દેલો

Authors:

Manoj Mahyavanshi

Abstract:

૧૯૩૪ના સાહિત્યના નોબેલ પારિતોષિક વિજેતા લુઈજી/લુઈગી પિરાન્દેલો(૨૮/૦૬/૧૮૬૭થી ૧૦/૧૨/૧૯૩૬)નો જન્મ ઈટાલીમાં થયો હતો. .૨૦મી સદીના અસરકારક ગણાયેલા સર્જકે અસંગતિવાદ-એબ્સર્ડ નાટકો, નવલકથા, કવિતા અને વાર્તાઓની રચના પણ કરેલી. The immortality of men and the subsequent superiority of women એ તેમની કૃતિઓમાંનું એક મહત્વનું કથાઘટક-થીમ બની રહે છે. તેમના ૧૯૨૧ના Six Characters in Search of an Author એ એબ્સર્ડ નાટકમાં અભિનય અને વાસ્તવિક ઘટના વચ્ચેની અસમંજસ રજૂ થયેલી છે. અંગ્રેજીમાં જેને metatheatre કહેવાય તે  નાટકમાં નાટક play within a play દર્શાવતું નાટક છે. ૧૯૨૬ની One, No One and One Hundred Thousand નવલકથા પોતાની જાતને શોધવાની અને ઓળખ પામવાની મથામણને દર્શાવે છે. સ્વની ઓળખ અને ઓળખના તબક્કાઓમાં illusion એટલે કે ભ્રમના વાસ્તવની રજુઆત છે. માનવના અસ્તિત્વપરક પ્રશ્નોને અહીં તાત્વિક રીતે ચર્ચાયા છે.       આધુનિક માનવીય ચેતના તેમના નાટકનો પ્રાણ છે. નાટકો ઉપરાંત પિરાન્દેલોએ જે વાર્તાઓ રચી તેમાં પણ તેમણે રચેલા મનુષ્યવર્તનના જાળા જોઈ શકાય છે. તેમની એક વાર્તાનો અનુવાદ સુરેશ જોષીએ ‘માખી’ શીર્ષકથી કરેલો છે. જીવનની કઠોરતાએ આ સર્જકની ચેતના અને ચિંતનને ઘડ્યા છે. વ્યક્તિના અસ્તિત્વ અને જીવનના ગુઢાર્થો સંદર્ભે  પિરાન્દેલોના સર્જનની એ વિશેષતા રહી કે સેમ્યુઅલ બેકેટ અને હેરોલ્ડ પીન્ટર જેવા લેખકોને પણ તેમાંથી પ્રેરણા મળી. મનુષ્યજીવનના વિધવિધ પેચીદા પ્રશ્નોને, નીતિ-અનીતિ, સદ-અસદ તત્વને  પિરાન્દેલોએ જે રીતે પોતીકી એક વિશિષ્ટ શૈલીથી સાહિત્યમાં રજૂ કરી છે તે જોતા વિશ્વસાહિત્યમાં તેમનું  એક સમર્થ સર્જક તરીકે સ્થાન સ્પષ્ટ થાય છે.

Keywords:

વિશ્વસાહિત્ય, લુઈજી પિરાન્દેલો, નોબેલ પારિતોષિક, અસંગતિવાદ-એબ્સર્ડ, Six Characters in Search of an Author, metatheatre, illusion -ભ્રમ, One, No One and One Hundred Thousand, અસ્તિત્વપરક પ્રશ્નો, જીવનના ગુઢાર્થો, સુરેશ જોષી, નંદકુમાર પાઠક

Vol & Issue:

VOL.16, ISSUE No.4, December 2024