Kaushikkumar L. Pandya
‘રિટેલિંગ એઝ એંગજીંગ :
નેરેટિવ ટ્રેડિશન ઇન ‘મહાભારત’’ વિશ્વવિખ્યાત ભારતીય એપિક
વિશે પ્રકાશિત થનારા પ્રસ્તુત ગ્રંથમાં મેં ગુજરાતના જનજાતીય વિસ્તારના સમાજમાં
પ્રચલિત અને લિવિંગ ટ્રેડિશનના તેજસ્વી દ્રષ્ટાંત ‘ભારથ’ના કથાસંદર્ભ અને સામાજિક
સંદર્ભ વિષેનો મારો સ્વાધ્યાય પ્રસ્તુત કરવાનો ઉપક્રમ રાખ્યો છે. ‘ભીલોનું ભારથ’
નામથી ગુજરાતીમાં કંઠસ્થપરંપરાના મહાકાવ્ય સ્વરૂપે ડૉ. ભગવાનદાસ પટેલ દ્વારા તેનું
શાસ્ત્રીય રીતે સંપાદન થયેલું. એનો અંગ્રેજી અને હિન્દી અનુવાદ પણ સાહિત્ય અકાદમી,
દિલ્હી દ્વારા પ્રકાશિત થયેલ છે.
ભીલ સમાજમાં પ્રવર્તતા
સામાજિક વ્યવહારો, ભીલ સમાજમાં પ્રચલિત માન્યતાઓ અને ક્રિયાકાંડો તથા ભીલ સમાજની ઉચ્ચાવચ્ચતા-શ્રેષ્ઠતાને
‘મહાભારત’ની કથામાં સાંકળીને ‘ભીલોનું
ભારથ’માં નૂતન કથાનકોનું નિર્માણ કરેલ છે. નિર્માણ વખતે કરેલી કાંટ-છાંટ, સિલેકશન-રિઝેક્શન
અને ઉમેરણ-એડિશનને કેન્દ્રમાં રાખીને ‘ભીલોનું ભારથ’ મહાકાવ્યનો કથાંશ આલેખીને
અંતે એનો સમાજશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી કથાકેન્દ્રી અભ્યાસ પ્રસ્તુત કરેલ છે.
‘ભીલોનું ભારથ’, ભીલી સંસ્કૃતિ, ભીલી લોકમાન્યતા.
VOL.16, ISSUE No.4, December 2024