Pushpaben N. Chavda
ટી. એસ. એલિયટ 20 મિસદીના પ્રતિભાશાળી સમર્થ વિવેચક છે, થોમસ સ્ટર્ન્સનો જન્મ ઈ.સ.1888માં અમેરિકામાં સેન્ટ લુઈમાં લોકસ્ટ સ્ટ્રીટમાં થયો હતો.એક કવિ, વિવેચક, ચિંતક ત્રણનું અનુસંધાન તેમનામાં હતું. તે એલિયટે કાવ્ય કે નાટકમાં અંગત ભાવોને બિનઅંગત બનાવીને રજૂ કરવાની એક રીત
એક સૂચવી તે ‘વસ્તુલક્ષી સહસંબંધક’(ઓબ્જેક્ટીવ
કો-રિલેટિવ) કે ‘વસ્તુનિષ્ઠ સમીકરણ’ તરીકે જાણીતી છે. એલિયટે કલાની નિર્વૈયક્તિકતા(બિનઅંગતતા)નો મુદ્દો ‘Impersonal theory of poetry’ નિબંધમાં રજૂ કર્યો છે. તે કવિતામાં આ અવાજનું સ્વરૂપ
બદલાય છે.(૧) આત્મગત (૨) પરગત અને (૩) પાત્રગત કે નાટ્યગત - એવા ત્રણ અવાજો એમણે દર્શાવ્યા
છે. કવિતાનો પહેલો અવાજ ‘સ્વગત’ કે ‘આત્મલક્ષી’ છે. ઊર્મિકવિતાના સ્વરૂપમાં આવી રચનાઓ
મળે છે.તેમની કાવ્યકળા , કાવ્ય ચર્ચાની તત્વદર્શનની નક્કર ભૂમિકાવાળી રહી છે.સાથે સાથે પરંપરા વૈયક્તિક પ્રતિભા, વસ્તુગત, સહસબંધક,કવિતાની ભાષા, કવિતાના ત્રણ સ્વરો, નિવૈયકિતક કલા વગેરે વિશે વ્યવસ્થિત અને મર્મગામી ચર્ચા કરેલી છે.
કાવિતાકળા , નિવૈયક્તિક કળા ,કવિતાના ત્રણ સ્વર
VOL.16, ISSUE No.3, September 2024