Prem Kamleshkumar Chauhan
ગરીબીને તમામ સ્વરૂપોમાં નાબૂદ કરવી એ માનવતા સામેનો સૌથી
મોટો પડકાર છે. ટકાઉ વિકાસનો પ્રથમ ધ્યેય ગરીબી નાબૂદ કરવાનો છે. જ્યારે 1990 થી 2015 ની વચ્ચે અત્યંત ગરીબીમાં જીવતા
લોકોની સંખ્યા અડધાથી વધુ ઘટી ગઈ છે,
ત્યારે ઘણા લોકો હજુ પણ મૂળભૂત
માનવ જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ગરીબીને વ્યાખ્યાયિત કરવાની સૌથી સરળ રીત એ છે કે નક્કી
કરેલી આવક મર્યાદાથી ઓછી આવક ધરાવે તેને ગરીબ તરીકે ઓળખવા, જો કે ગરીબીનો અર્થ માત્ર ઓછા પૈસા હોવાએ
નથી, તે જીવનના અનેક પાસાઓને અસર કરે છે. ગરીબી એકપરિમાણીય
(માત્ર આવક ઉપર આધારિત) નથી, ગરીબીએ બહુઆયામી ખ્યાલ છે. વ્યક્તિમાં
શિક્ષણ, આરોગ્ય, જીવનધોરણ વગેરે જેવી
અનેક મૂળભૂત જરૂરિયાતોનો અભાવ હોય શકે છે તે બહુઆયામી હોય છે. આ અભ્યાસનો ઉદ્દેશ્ય
ભાવનગર જિલ્લામાં બહુઆયામી ગરીબી અને વંચિતતા વિશે માહિતી મેળવવાનો છે. આ
અભ્યાસમાં જાણવા મળે છે કે ભાવનગર જિલ્લામાં 17.90% તથા ભાવનગર જિલ્લાનાં ગ્રામીણ
વિસ્તારમાં 26.12% અને શહેરી વિસ્તારમાં 5.51% લોકો બહુઆયામી ગરીબીમાં જીવે છે. ભાવનગર
જિલ્લામાં સૌથી વધુ વંચિતતા પોષણ, રસોઈ ઈંધણ, સ્વચ્છતા નિર્દેશકોમાં અને સૌથી ઓછી
વંચિતતા વીજળી, બાળ-તારુણ્ય મૃત્યુ, શાળામાં હાજરી નિર્દેશકોમાં જોવા મળે છે.
ગરીબી, બહુઆયામી ગરીબી, બહુઆયામી ગરીબી સૂચકાંક, વંચિતતા
VOL.16, ISSUE No.3, September 2024