Pareshkumar Parmar
છેલ્લા કેટલાક વર્ષોથી, લોકો તેમના તમામ પ્રશ્નોના જવાબો ગૂગલ
સર્ચ એન્જિન પર શોધી રહ્યા છે. મનોવિજ્ઞાનિક દ્રષ્ટિકોણ ધ્યાનમાં રાખીને છેતરપિંડી કરનારાઓ ગુગલ પે, ફોન પે, પેટીએમ જેવી પ્રખ્યાત પેમેન્ટ એપના
નામે ઇન્ટરનેટ પર પોતાનો નંબર સેવ કરી રહ્યા છે. જેના કારણે લોકો આપમેળે હેકર્સની
જાળની
ફસાઈ જાય છે. હવે બ્રાઉઝર એક્સટેન્શન ડાઉનલોડ કરીને પણ છેતરપિંડી કરવામાં આવી રહી
છે. ક્રોમ, મોઝિલા, સફારી,
ઓપેરા વગેરે બ્રાઉઝર
દ્વારા કરવામાં આવતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બ્રાઉઝરના સર્વરમાં સેવ થઈ જાય છે, જેને સેટિંગમાં જઈને ડિલીટ કરવાની જરૂર
પડે છે, પરંતુ અજ્ઞાનતાના કારણે લોકો એવું કરતા
નથી અને સાઈબર ઠગને તેનો ફાયદો મળે છે. તેથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ, એટીએમ
, યુપીઈ, ઇન્ટરનેટ બેંકિંગ, કયુઆર કોડ વગેરે જેવા બેંકિંગ ડિજિટલ
ઉત્પાદનોનો ઉપયોગ કરતી વખતે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે.
સાવચેતી, સાઇબર ફ્રોડ, ઉકેલો
VOL.16, ISSUE No.3, September 2024