Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

આજના ભારતમાં આત્મહત્યાનું નિદાનવિજ્ઞાન (The Aetiology of Suicide in India Today)

Authors:

Bhupendra Brahmbhatt, C G Brahmbhatt

Abstract:

માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી આત્મહત્યા થતી આવી છે,એટલેકે ઇતિહાસમાં નજર કરીએ તો હનુમાનજી શરુઆતમા સીતાજીને શોધવામાં નિષ્ફળ જતા ક્ષણીક મનમાં આત્મહત્યા કરવાનું વિચારીનક્કી કરેછે કે જો સીતાજી નહિ મળે તો જિંદગી ત્યજી દઈશ. ,મહાભારતમાં પુત્ર અભિમન્યુના આઘાતમાં ચિતામાં કુદવા  તૈયાર અર્જુનને  કૃષ્ણએ અટકાવ્યા  ,તેજ રીતે મોર્ય યુગમાં જૈનોમાં સંથારો કરી પ્રાણ ત્યજવા જેવા અનેક ઉદાહરણો જોવા મળે છે. જોકે આજની આત્મહત્યાની ઘટનાઓ અલગ કારણથી બને છે, એકવીસમીસદીના માનવ સમાજમાં વિકાસ અને યાંત્રિક પ્રગતિની સાથે અનેક સમસ્યાઓ ઉદભવી છે,જેમાંનીએક આત્મહત્યાની સમસ્યાછે, જે ભયાવહ બનતી જાય છે,કારણકે યુવાનો જે તરવરાટ અને આશા ઉત્સાહથીપૂર્ણ અને દુનિયા બદલવા માટે તત્પર  હોય તેવા યુવાનો આજે જિંદગીનો અંત લાવે છે તે ગંભીર ચિંતાની બાબત છે,.આજના ભારતમાં આવી આત્મહત્યાની ઘટનાઓ વધતી જાય છે જેસમાજમાં ખલબલી  મચાવે  છે.એટલેજ જો આવી ઘટનાઓને  સારી રીતે નિદાનવિજ્ઞાન થી સમજવામાં આવે તો તેને અટકાવી શકાય છે.આજે લોકો પારિવારિક સમસ્યા ,માંદગી તેમજ  તણાવ હતાશા અને અન્ય કારણોસર પોતાની જિંદગી ટૂંકાવે છે,જેને વિવિધ નિવારક વ્યૂહરચના ઘડીને અટકાવી શકાય તેમ છે.

હેતુ: પ્રસ્તુત શોધપત્રનો હેતુ આજના ભારતમાં આત્મહત્યાની ઘટનાઓનું નિદાનવિજ્ઞાન દ્વારા સમજુતી મેળવી સમસ્યા ઉકેલ ના મુદ્દા સૂચવવાનો છે.

પદ્ધતીશાસ્ત્ર :આત્મહત્યાની ઘટનાઓનું નિદાન કરવા-સમજવા માટે  માહિતી એકત્રીકરણ અર્થે  NCRB નો રીપોર્ટ ,સંશોધન લેખો ,પુસ્તક અને વિવિધ વેબસાઈટઅને વર્તમાન પત્ર જેવા  ગૌણ માહિતીના સ્ત્રોત અને સામગ્રી વિશ્લેષણ (Content Analysis) પદ્ધતિનો ઉપયોગ કર્યોછે.

તારણ: :NCRB અહેવાલ ,સંશોધન લેખો અને વેબસાઈટઅને પુસ્તકઅને વર્તમાનપત્રની માહિતીની સમિક્ષા કરતા જણાય છે કે સમગ્ર વિશ્વની સાથે ભારત માં આત્મહત્યા વધતી જાય છે, વયની દ્રષ્ટિએ યુવાનોમાં ,લીંગની  દ્રષ્ટીએ પુરુષોમાં અને વ્યવસાયની દ્રષ્ટિએ  રોજમદારમાં અને મોટાશહેરોમાં આત્મહત્યાના બનાવો વધતા જાય છે જે માટે મુખ્ય કારણ પારિવારિક સમસ્યા ,તણાવ ,હતાશા લગ્ન સંબંધી તેમજ  અન્ય કારણ જવાબદાર છે.

ઉપસંહાર  :ઉચિત કાનૂની દસ્તાવેજ ,ગુણાત્મક અભ્યાસ અને લેખો આપણ ને આત્મહત્યાની ઘટનાઓને સારી રીતે સમજવામાં મદદરૂપ  બન્યા છે,સાથેજ આવી ઘટનાઓને અટકાવવા માટે આત્મહત્યા નિવારક સલાહ કેન્દ્ર,વ્યસનમુક્તિ અને કુટુંબ સલાહ કેન્દ્ર તેમજ  માનસીક સ્વાસ્થ્ય કેન્દ્ર ના સંચાલનની  વ્યૂહરચના ઘડી સમસ્યાને વધુ ભયાવહ બનતી અટકાવી શકાય તેમ છે. માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.

Keywords:

આત્મહત્યા ,નિદાનવિજ્ઞાન ,સામાજિક પરીસ્થિતી ,તરેહનું મહત્વ , નિવારક કેન્દ્ર

Vol & Issue:

VOL.16, ISSUE No.3, September 2024