Bhupendra Brahmbhatt
માનવસમાજની
શરૂઆતથી સમાજમાં સામાજિક પ્રશ્નો જોવા મળે છે. માનવીએ ચિંતન-દર્શન દ્વારા તે
પ્રશ્નોનો ઉકેલ પણ લાવવા પ્રયાસ કર્યો છે. સમય સ્થળ મુજબ સામાજિક પ્રશ્નો બદલાતા
રહ્યા છે અથવા પ્રશ્નોનું સ્વરૂપ બદલાતું રહ્યું છે એ મુજબ આજે ૨૧મી સદીના સાંપ્રત
પ્રશ્નો જેવા કે સામાજિક-આર્થિક,લૈંગિક,ધાર્મિક અસમાનતા ગંભીર બની રહી છે તો તેના
પરિણામ સ્વરૂપ સંઘર્ષ, વિખવાદ, અજંપો અને સ્વઆંદોલન વધ્યા છે. આજે દેશમાં ચારે
બાજુ વિવિધ આંદોલનોનો ઉકળાટ અને પ્રજામાં આક્રોશ જોવા મળે છે.આ બધી અશાંતિ,આક્રોશ
અને અરાજકતામાંથી સમાજને ઉગારવા માટે અને તેના ઉકેલ ની આશા માત્ર ગાંધીદર્શનમાં
જોવા મળે છે. કઈ રીતે સાંપ્રત સામાજિક પ્રશ્નોનો ઉકેલ ગાંધીદર્શનમાં રહ્યો છે તે દર્શાવવાનો આ શોધપત્રનો ઉદ્દેશ છે.
પ્રસ્તુત શોધપત્રના હેતુ સાંપ્રત
પ્રશ્નોની જાણકારી અને તેની ગંભીરતા દર્શાવી તેના ઉકેલમાં ગાંધીદર્શનની પ્રસ્તુતતા
દર્શાવવાનો છે. પ્રસ્તુત શોધપત્ર ગૌણમાહિતી પર આધારિત હોવાથી વિષય સંબંધી અગાઉ
થયેલા અભ્યાસો, લેખો, પુસ્તકો, જર્નલો નો આધાર લઇ સામગ્રીનું વિશ્લેષણ કરી એક્ત્રીત
તથ્યોનું અર્થઘટન કરી મૂલ્યાંકન કર્યું છે.
સામાજિક-આર્થિક અસમાનતાના ઉકેલ માટે
ગાંધીજીનું સચોટ શસ્ત્ર સર્વોદયનો સિધ્ધાંતછે, જેમાં ગાંધીજી ત્રણ વસ્તુ મુકે છે. ૧)સહુના
ભલામાં આપણું ભલું સમાયેલું છે.૨)વકીલ તેમજ વાળંદ બંનેના કામની કિમંતએક સરખી હોવી
જોઈએ કેમ કે આજીવિકા નો હક બધાને છે.૩)સાદી મજુરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન
છે. આ ત્રણમાં પહેલું સૂત્ર દર્શન છે એ અનુભવનો સાર છે . ઉપરાંત ટ્રસ્ટીશીપનો સિધ્ધાંત,
ગ્રામોદ્ધાર, ગ્રામસ્વરાજ નો ખ્યાલ અને અસ્પૃશ્યતાના નિવારણ માટેના રચનાત્મક
કાર્યક્રમ વિચારો દ્વારા સાંપ્રત પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય. લૈંગિક અસામનતા અને
સ્ત્રીઓના પ્રશ્નો અંગે સ્ત્રી ઉન્નતી માટેના વિચારોમાં ગાંધીજી ક્રાંતદર્શી સમાજશાસ્ત્રી
જણાય છે. લગ્ન, વિધવા જીવન, લગ્નખર્ચ, સ્ત્રી શણગારજેવા મુદ્દા પરના વિચારો લૈંગિક
અસમાનતા દુર કરી સ્ત્રી અને લગ્ન જીવનના પ્રશ્નો હલ થઇ શકે છે.
માનવ ઈતિહાસમાં બહુ જ થોડા
પ્રતિભાવંત વ્યક્તિત્વો જોવા મળે છે જેઓ એક સાથે નૈતિક, રાજકીય, આર્થિક, સામાજિક અને
સાંસ્કૃતિક મોરચે પોતાની વિચાર પ્રતિબદ્ધતામાંથી ઝઝૂમ્યા હોય અને માનવ જીવન પર એની
અસર મૂકી ગયા હોય. ગાંધીજી આવી ઘટનાનાં પ્રતિક અને પરીવર્તક બની ગયા છે. ભારત અને પુરા
વિશ્વના પ્રશ્નોના ઉકેલમાં આજે પણ ૨૧ મી સદીમાં તેમના વિચાર દર્શન, સુસંગતતા ધરાવે
છે. સત્ય, અહીંસા, સત્યાગ્રહ, ધર્મ, અસ્પૃશ્યતા અને ગરીબી વિશેના એમના વિચારો રાષ્ટ્રનિર્માણ અને
સામજિક પ્રશ્નોના ઉકેલ લાવવામાં અને સામાજિક પરિવર્તનપ્રવર્તક બની રહ્યા છે. હજી
વધુ તેમના દર્શનનો ઉપયોગ કરી સાંપ્રત સામાજિક પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય તેમ છે.
માનવ સમાજ ,સામાજિક પ્રશ્નો.સામાજિક ચિંતન ,ગાંધી દર્શન
VOL.16, ISSUE No.3, September 2024