Sanjaybhai Parmar
સર્જક અને નિબંધનો સંબંધ સિક્કાઓની બે બાજુ સમાન છે એટલાં માટે કે નિબંધમાં તેનાં સર્જકની છબી જોવા મળે છે. અહીં જે નિબંધો વિશે મેં વિશ્લેષણ કર્યું છે તે નિબંધમાં પણ સર્જક જોવા મળે છે. આ નિબંધો કૉલમની નિપજ છે. ચિંતનાત્મક નિબંધ એ આત્મલક્ષી કરતાં ભાવકલક્ષી વધું બનતો જોવા મળે છે તેમ અહીં આપેલાં નિબંધોમાં ભાવક કેન્દ્રમાં છે. માનવજીવન અને જગતમાં સુખી અને સંતોષકારક જીવન જીવવા માટેનો કિમિયો અહીં નિબંધમાં જોવા મળે છે. ઘણાં નિબંધમાં ભાવકને સંબોધીને સર્જક વાત કરી રહ્યા હોય તેવી પ્રતીતિ થાય છે. એકંદરે સર્જકનું વ્યક્તિત્વ આ નિબંધોમાં ગૌણ છે મૂળ જે વિષય છે તે તરફ સર્જક વધું સજાગ રહ્યાં છે. આ નિબંધો મનુષ્યની. સર્વકાલીન બાબતોને પ્રસ્તુત કરે છે, ટૂંકમાં નિબંધસંગ્રહ સર્જકના વિચાર વર્તુળનો દ્યોતક છે. સાંપ્રત સમયમાં લખાતાં નિબંધોમાં આ એક ઉમેરણ છે.
મનુષ્યજીવન, નિરીક્ષણ દૃષ્ટિ, વ્યવહારુ ભાષા, માનવજીવનની સમસ્યાઓ, દૃશ્યાત્મમક શૈલી. ઉદ્ધબોધનાત્મક વાણી.
VOL.16, ISSUE No.2, June 2024