Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

સાહિત્યનો પ્રાદેશિક સમાજશાસ્ત્રીય સંદર્ભ (મો. ક. ગાંધીના ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’ પુસ્તકના આધારે)

Authors:

Rajendra Jani, Amrish Patel

Abstract:

સાહિત્યના સમાજશાસ્ત્રના સંદર્ભે ગુજરાતી સાહિત્યમાં વિકસેલા મુખ્ય પાંચ સ્વરૂપોની વિગતો નીચે મુજબ વિગતે સમજી શકાય: ૧. સમય સંદર્ભે સાહિત્ય, ૨. દલિત સાહિત્ય, ૩. લોક સાહિત્ય,

૪. ગાંધીવાદી સાહિત્ય અને ૫. નારીવાદી સાહિત્ય છે એમ કહી શકાય. સમય સંદર્ભે ગુજરાતી સાહિત્યની ચર્ચા કરવી અત્રે જરૂરી બને છે. સમય સંદર્ભોનો સાહિત્ય પરનો પ્રભાવ અંગેની વિગતો સાંપડે છે. તેવી જ રીતે પ્રદેશનો સંદર્ભ પણ સાહિત્યમાં ઝીલાતું હોય છે. પ્રસ્તુત સંશોધન લેખમાં સાહિત્યમાં જેમના નામે એક સમય સંદર્ભ ઓળખાય છે એવા મો. ક. ગાંધીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસપુસ્તકનો એક કેસ સ્ટડી તરીકે પસંદ કરીને અભ્યાસ લેખ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં  ગાંધી તેમના સાહિત્ય/ પુસ્તકમાં પ્રદેશ નો પરિચય આપતા પ્રાદેશિક વિશેષતા સાથે કેવા વ્યક્ત થાય છે એ બાબત ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો છે જે દ્વારા સાહિત્યમાં પ્રાદેશિકતા કેવી રીતે વણાઈ જાય તે અંગે સમજ પાપ્ત થઈ શકે છે.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ સમાજશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે આપણે અન્ય સામાજિક વિજ્ઞાનો જેવા કે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર વગેરેની સમજણ પણ મેળવીએ છીએ. એટલે અન્ય વિજ્ઞાનોની સરખામણીએ સમાજશાસ્ત્ર ભલે થોડું મોડુ ઉદભવ પામ્યું હોય છતાં પણ તેની વિકાસયાત્રા આગવી ઢબે વિકસી છે. અન્ય સામાજિક વિજ્ઞાન સાથેના સંબંધો દ્વારા સમાજને સમજવાની દરકાર સમાજશાસ્ત્ર એ હંમેશા રાખી છે. પ્રસ્તુત અભ્યાસ લેખમાં મહાત્મા ગાંધીએ લખેલા દક્ષિણઆફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસપુસ્તકમાં  દરિયાપારના પ્રદેશ અને ત્યાંની પ્રાદેશિક સમાજશાસ્ત્રની  ગાંધીએ પ્રાદેશિકબ સંદર્ભો સાથે તલસ્પર્શી વિગતો રજૂ કરી છે એ દ્વારા સાહિત્યનો પ્રાદેશિક સમાજશાસ્ત્રીય સંદર્ભ આ લેખ દ્વારા સમજવા જેવું છે. 

Keywords:

Sociology of Literature, Sociology OF Region, Literature and Society,  Gandhian Literature.

Vol & Issue:

VOL.16, ISSUE No.2, June 2024