Maheshkumar K Patel, Chimanlal B. Patel
ધ્રુવ ભટ્ટ દ્વારા અઢી દાયકા પહેલા લખાયેલ ‘તત્વમસિ’(૧૯૯૮) નવલકથામાં
કથાવસ્તુનો ભૌગોલિક વિસ્તાર નર્મદા નદી અને તેનો તટપ્રદેશ છે. તેના કથાવસ્તુમાં
સમાજજીવન તેની આસપાસના પરિસરથી કેવી રીતે પ્રભાવિત છે, તેનાં વર્ણન સાથે પર્યાવરણીય અભિગમની મહત્વતા વધુ છે.
કથાનાયક સાથે મુખ્ય પાત્રો સુપ્રિયા, શાસ્ત્રીજી, બિત્તુબંગા, ગંદુ ફકીર, કીકા વૈધ સાથેના સંવાદમાં સ્થાનિક જીવનશૈલીમાં કુદરતી
સંસાધનોનું મહત્વ કેન્દ્સ્થાને રહે છે. નર્મદા પરિક્રમાનો માર્ગ એટલે નદીનો
તટપ્રદેશ(98,796 ચોરસ કિલોમીટર). આ તટપ્રદેશમાં સમાયેલું માનવ રહેઠાણ, સ્થાનિક લોકજીવન, પરંપરાઓ, માન્યતાઓ, રીતરિવાજો, આર્થિક પ્રવૃત્તિ વગેરે કેવી રીતે પર્યાવરણીય તત્વો એટલે કે વનસ્પતિ,
પશુ-પંખી, માટી, ખડકો, ભૂપૃષ્ઠ, સંસાધનો વગેરેથી જોડાયેલ છે. તેના સંકલિત દ્રશ્યની સમજ
નવલકથામાંથી મળે છે. આ તટપ્રદેશની ભૌગોલિક વિવિધતાનું વર્ણન તેના પ્રવાહમાર્ગની
સાથે કરી શકાય.
નર્મદા નદી, જેને ‘રેવા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે અગાઉ ‘નરબદા’ કે ‘નેરબુદ્દા’
તરીકે પણ ઓળખાતી હતી. નર્મદા નદીનો ઉદ્દભવ મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લાના
અમરકંટક ટેકરીઓમાંથી લગભગ 1,057 મીટરની ઉંચાઈએથી નીકળે
છે. જે મધ્ય ભારતની મુખ્ય નદી હોવાની સાથે
પશ્ચિમમાં વહેતી સૌથી લાંબી(૧૩૧૨ કિલોમીટર) નદી છે. નર્મદા
નદી ટેક્ટોનિક પ્રવૃત્તિઓથી નિર્મિત વિંધ્ય અને સાતપુરા પર્વતમાળા વચ્ચેની
ખીણમાંથી પ્રવાહિત થાય છે. તેનો માર્ગ મધ્યપ્રદેશ (મંડલા, જબલપુર, નરસિંહપુર, હોશંગાબાદ,
ખંડવા અને બરવાની જીલ્લાઓ), મહારાષ્ટ્ર (ઉત્તરીય ભાગ) અને ગુજરાતના
ખંભાતના અખાતમાં પહોંચતા પહેલા તે નર્મદા, ભરૂચ અને વડોદરા
જેવા જિલ્લાઓમાંથી વહે છે. આ પ્રદેશમાં નદીનું વિશેષ મહત્વ પેયજળ, સિંચાઈ,
ઉદ્યોગો, પ્રવાસન, વનસ્પતિ-પ્રાણીસૃષ્ટિ વગેરે માટે હોવાથી લોકોની પ્રાદેશિક, સામાજિક અને સાંસ્કૃતિક રહેણીકરણી ઉપર પણ તેનો વિશેષ પ્રભાવ છે.
માનવ-પર્યાવરણીય
અભિગમ, સંસાધનો, આંતરક્રિયા,
સામાજિક-સાંસ્કૃતિક લાક્ષણિકતાઓ
VOL.16, ISSUE No.2, June 2024