Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

વિદ્યાર્થીઓના સામાજિક માધ્યમ પરત્વેના વલણો

Authors:

Preeti Maiyani, Sweta Prajapati

Abstract:

વર્તમાન યુગના દરેક ક્ષેત્રમાં ઇન્ટરનેટના વધારે ઉપયોગના કારણે અત્યારના સમયમાં શિક્ષણ અને બીજા દરેક ક્ષેત્રમાં સામાજિક માધ્યમનો ઉપયોગ ખૂબ જ વધારે જોવા મળે છે. સામાજિક માધ્યમથી દરેક ક્ષેત્રની વ્યક્તિઓ એકબીજા સાથે પરોક્ષ રીતે જોડાયેલા હોય છે. અને તેનાથી સમાજમાં ચાલતી વિવિધ પ્રકારની ગતિવિધિઓ ઘટનાઓ તથા નવી નવી શોધખોળ તેમજ શિક્ષણ અંગે પણ નવી માહિતીથી માહિતગાર થાય છે.  

      આ ઉપરાંત શાળામાં ભણતા વિદ્યાર્થીઓના હાથમા કમ્પ્યૂટર, લેપટોપ, સ્માર્ટફોન અને ટેબલેટ જેવા સાધનો આવી જવાથી તેમની અભ્યાસની ટેવો પણ બદલાઈ છે. આવા સંજોગોમાં જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટરનેટ આધારિત સામાજિક માધ્યમોનો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે તો શાળામાં થતાં શૈક્ષણિક કાર્યને વધુ અસરકારક બનાવી શકાય છે. સામાજિક માધ્યમોના કેટલાંક હકારાત્મક ઉપયોગ છે. તો સાથે સામાજિક માધ્યમોની કેટલીક મર્યાદાઓ પણ રહેલી છે. 

     આમ, સંશોધકે આ સામાજિક માધ્યમોના વધી રહેલા ઉપયોગને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સામાજિક માધ્યમોથી માહિતગાર છે કે નહીં તેમજ સામાજિક માધ્યમો અંગે કેવા વલણો ધરાવે છે તે જાણવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. જેનાથી આવનાર સમયમાં શિક્ષણ ક્ષેત્રે તેને કેવી રીતે સાંકળી શકાય તે જાણવાનો પ્રયત્ન કર્યો છે. 

Keywords:

આ અભ્યાસ લેખને સંલગ્ન ચાવીરૂપ શબ્દો સામાજિક માધ્યમ અને સામાજિક માધ્યમના શૈક્ષણિક ઉપયોગો છે 

Vol & Issue:

VOL.16, ISSUE No.2, June 2024