Kapil P. Ghosiya
વેપાર એ વ્યક્તિઓ, વ્યવસાયો અને દેશો વચ્ચે ચીજ-વસ્તુઓ અને સેવાઓનો વિનિમય છે. વેપાર સ્થાનિક (દેશની અંદર) અથવા આંતરરાષ્ટ્રીય (દેશો વચ્ચે) હોઈ શકે છે. વાણિજ્ય એ સામાન અને સેવાઓના ઉત્પાદન, વિતરણ અને વેચાણ સાથે સંકળાયેલી તમામ પ્રવૃત્તિઓને સમાવતો વ્યાપક શબ્દ છે. તેમાં વેપારનો સમાવેશ થાય છે, ઉપરાંત માર્કેટિંગ, જાહેરાત અને ગ્રાહક સેવા જેવી અન્ય પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે. ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ જામનગર જિલ્લામાંથી અલગ વિભાજન કરીને દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી અને જિલ્લાનું નામ દેવભૂમિ દ્વારકા રાખવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા નામ દ્વારકા શહેરના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર પરથી લેવામાં આવ્યું છે જે ચાર પવિત્ર ધામોમાંનું એક છે. જામખંભાળિયા એ નવનિર્મિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે. દેવભૂમિ દ્વારકામાં ૨ પ્રાંત, ૪ તાલુકા, ૨૪૯ ગામો, ૬ નગરપાલિકાઓ છે. જિલ્લામાં ખંભાળિયા અને દ્વારકા નામના બે પેટા વિભાગનો સમાવેશ થાય છે. જિલ્લામાં
ઓખામંડળ, કલ્યાણપુર, ભાણવડ અને ખંભાળિયા એમ ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં ખેતી એ આજીવિકાનો મહત્વનો સ્રોત રહ્યો છે. જિલ્લામાં વેપાર-વાણિજ્યના કેટલાંક મહત્વના કેન્દ્રો ભાણવડ, કલ્યાણપુર, ઓખામંડળ તેમજ ખંભાળિયા છે. ટાટા કેમિકલ્સ લિમિટેડ-મીઠાપુર, ‘ઓખાઇ’-સામાજિક સાહસ, નાયરા એનર્જી તેમજ RSPL ગ્રુપનું દેવભૂમિ દ્વારકામાં વેપાર-વાણિજ્ય પ્રવૃત્તિમાં મોટું યોગદાન જોવા મળે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે વર્ષ (2021-22 થી 202-23) માં 71 MSME
એકમોનું સર્જન થયું છે. આ જિલ્લો ઉદ્યોગ ક્ષેત્રે બોક્સાઈટ તથા ઓઈલ મીલ, વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ તરીકે મરીન અને ફિશરીઝ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. પ્રસ્તુત પેપરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની વેપાર અને વાણિજ્ય પ્રવૃત્તિઓનો અભ્યાસ રજુ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ ગૌણ માહિતી પર આધારિત છે, મુખ્યત્વે જિલ્લાની આંકડાકીય
રૂપરેખા તેમજ જિલ્લાની સામાજિક-આર્થિક સમીક્ષાની માહિતી તેમજ અન્ય કેટલીક માહિતીનો
આધાર લેવામાં આવ્યો છે.
દેવભૂમિ
દ્વારકા, વેપાર અને વાણિજ્ય
VOL.16, ISSUE No.2, June 2024