Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ગ્રામીણ મહિલાઓમાં ગર્ભવતી અને પ્રસુતાઓ માટે પોષક આહાર, વાનગી વિશેની કોઠાસૂઝ અને વર્તમાન વ્યવહારોઃ એક અભ્યાસ (અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકાના કડવાસણ ગામને ધ્યાનમાં રાખીને)

Authors:

Lokesh Jain, Ranjanba Jhala

Abstract:

ગ્રામીણ વિસ્તારોમાં મહિલા આરોગ્ય અને ખોરાક સંબંધિત પરંપરાગત માહિતી મેળવવી જરૂરી છે. ગ્રામીણ વિસ્તારની મહિલાઓ પોતાનું આરોગ્ય જાળવવા માટે આહારમાં કઇ કઇ વસ્તુઓનો ઉપયોગ કરે છે જેનાથી એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. પહેલાની મહિલાઓમાં આરોગ્યલક્ષી શું કોઠાસૂઝ રહેલી છે. તે જાણવું સ્વસ્થ જીવનશૈલી અને પોષક આહાર વ્યવહાર માટે જરૂરી છે. તેના આધારે અત્યારે વર્તમાન સમયમાં વિસરાઈ ગયેલ વાનગીઓ અને તે વિશેની વિસ્તૃત કોઠાસૂઝ ઘણી ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રસૂતામાતા પોતાના ખોરાકમાં કઈ કઈ વાનગીઓ ઉપયોગમાં લેતી હતી, પોતાના ઘરના સભ્યો જેમ કે ગર્ભવતી અને પ્રસૂતાઓને આપતી હતી જેનાથી એમનું આરોગ્ય જળવાઈ રહેતું હતું.

ગામડાઓમાં આવેલ કેટલીક જૂની પરંપરાગત આહાર પોષણ વ્યવસ્થા અંગેની સુઝબુઝોનાં જાણકાર જે આરોગ્યલક્ષી ઘણી જુદી જુદી વાનગીઓ અને દવાઓજે વનસ્પતિઓમાંથી ઘેર બનાવીને પ્રસુતા માતાઓને આહારમાં આપતા હતા જેનાથી તેમણે સારા પોષણક્ષમ તત્વો મળી રહેતાં હતાં, જેનાથી બાળક અને માતા પર સારી અસરો જોવા મળતી. આવા જાણકારો કે રોગવેદના વિદ્વાનો ગામમાં જુદી જુદી જૂની રીતો જાણતા હતા.

ગામડાઓની સ્ત્રીઓ પોતાના આહાર થકી આરોગ્યલક્ષી સમસ્યાઓના નિદાનકરતી હતી. તે એવા પ્રકારના પૌષ્ટિક આહારો લેતી હતી કે જેનાથી પોતાના રોગોનું નિદાન આવી જતું હતું. સ્ત્રીઓ શિયાળા દરમિયાન કડવી વસ્તુઓ જેવી કે મેથીનું શાક, મેથીના લાડવા, પાક જેવા આહારોનો ઉપયોગ કરતી હતી.જેનાથી શરીરના અમુક હાડકાઓના દુખાવામાં રાહત થતી હતી.ગામડાઓની ગર્ભવતી કે પ્રસુતા મહિલાઓની સ્થિતિ જોવા જઈએ તો બધાની સરખી જોવા મળતી નથી. જ્ઞાતિ, સમાજ, સામાજિક સ્થિતિ, આર્થિક સ્થિતિ પ્રમાણે જુદી જુદી જોવા મળે છે.

આ લેખ એવા જાણકાર કોઠાસૂઝ ધરાવનારાની અને તેના પાસે રહેલ જ્ઞાનની શોધ તો છે જ પણ એની સાથે તેની વર્તમાન પરિસ્થિતિ શું છે તેનો પણ કાર્ય-કારણ સહિતનો વિશ્લેષણ છે. આવી આગવી પરંપરાગત સૂઝબૂઝ થકી સમાજમાં ઓછા ખર્ચે ગ્રામીણ વિસ્તારની ગર્ભવતી અને પ્રસુતાઓનું પોષણ સ્તર અને આરોગ્ય સાચવી શકાય. 

Keywords:

ગ્રામીણ મહિલાઓમાં ગર્ભાવસ્થા અને પ્રસુતાવસ્થા દરમ્યાન પોષક આહાર અને આરોગ્ય અંગેની સૂઝબૂઝ, સંપોષિત આહાર- આરોગ્ય વ્યવહાર, ગર્ભવતી અને પ્રસુતાઓ માટે પરંપરાગત પોષક વાનગીઓ, વર્તમાન પેઢીમાં આ પરંપરાગત જ્ઞાનના લાભા-લાભ વિશેની સમજણ, વર્તમાન સમયમાં તેની વ્યવહારીકતા અને પ્રાસંગિકતા

Vol & Issue:

VOL.16, ISSUE No.2, June 2024