Hasmukh Panchal
ભારતમાં
24 એપ્રિલ ને રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં પંચાયતી
રાજના ઈતિહાસમાં 24 એપ્રિલ, 1993નો દિવસ એક સીમાચિહ્ન બની રહે છે, કારણ કે આ દિવસે
પંચાયતી રાજની સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવા માટે 73મો બંધારણીય સુધારો અમલમાં
આવ્યો. બંધારણીય જોગવાઈ અનુસાર સ્વશાસનની સંસ્થાઓ તરીકે કાર્ય કરવા માટે પંચાયતોને
સત્તાઓ મળી. બંધારણનો 73મો સુધારો ગ્રામસભાને બંધારણીય દરજ્જો અર્પે છે. ગ્રામપંચાયતોની
કામગીરીમાં પારદર્શિતા લાવવામાં, લાભોના સમાન વિતરણની ખાતરીની બાબતમાં, આવશ્યકતા
અનુસાર સામુદાયિક અસ્કયામત ઊભી કરવામાં તેમજ સામાજિક સમરસતા સર્જવામાં ગ્રામસભાની
ચાવીરૂપ ભૂમિકા છે. પંચાયતી રાજની સ્થાપના પાછળનો મહત્વનો હેતુ સત્તાનું લોકશાહી
વિકેન્દ્રીકરણ કરવાનો છે. લોકશાહી સમાજમાં સત્તા વિકેન્દ્રિત કરીને સમાજના બધા
વર્ગોમાં વહેંચી આપવામાં આવે તો લોકકલ્યાણનાં પગલાં લેવાનું વધુ અનુકૂળ બને છે.
પરંતું શું ભારતનાં ગામડામાં પંચાયતી રાજ થી રાજ વધુ કાર્યરત બન્યું છે કે સમરસતા
સર્જાઈ છે, તે વર્તમાન સ્થિતિ નો પ્રસ્તુત અભ્યાસ છે.
ભારત,
પંચાયતી રાજ, રાજ્ય, ગ્રામ પંચાયત, વિકેન્દ્રીકરણ, સરકાર.
VOL.16, ISSUE No.2, June 2024