Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

આંગણવાડી કાર્યક્રમોમાં સમુદાયની ભાગીદારી અને તેની અસરકારકતા (ગુજરાતના અમરેલી જીલ્લાનાં લાઠી તાલુકાનાં મેથળી ગામને ધ્યાનમાં રાખીને એક અભ્યાસ) COMMUNITY PARTICIPATION IN ANGANWADI PROGRAMMES AND ITS EFFECTIVENESS (A STUDY WITH REFERENCE TO METHLI VILLAGE OF LATHI TALUKA IN AMRELI DISTRICT OF GUJARAT)

Authors:

Lokesh Jain, Nitin Sarvaiya

Abstract:

ગર્ભવતી માતાઓ, પ્રસૂતાઓ, ધાત્રી માતાઓ, બાળકો અને કિશોરીઓના આરોગ્ય પોષણલક્ષી સંરવાંગી વિકાસ માટે સરકાર દ્વારા સમન્વિત બાલ વિકાસ પરિયોજના (આઈ.સી.ડી.એસ) હેઠળ ગ્રામ સ્તરે આંગણવાડી કેન્દ્રોનું સંચાલન કરવામાં આવે છે જ્યાં મહિલા અને બાળ માનવ સંસાધનની ગર્ભાવસ્થા, પ્રસૂતાવસ્થા, શિશુ અવસ્થા અને કિશોરી અવસ્થા દરમ્યાન સ્વચ્છતા, પૌષ્ટિક આહાર અને આરોગ્યની માવજત સુનિશ્ચિત થાય છે. તે માટે તાલીમ, નિયમિત તપાસ, પોષાહાર આપૂર્તિ અને કિશોરીઓ તથા મહિલાઓ માટે સલાહની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. ગ્રામ વિકાસની દૃષ્ટિએ આ પાયાની પ્રવૃત્તિ છે જે સમગ્ર વિકાસ પ્રક્રિયાને અસર કરે છે. આ વિષય અથવા એના કોઈ એક કે બે ભાગના અનુસંધાને ઘણા સંશોધનો થતા હોય છે. પણ પ્રસ્તુત સંશોધન સમગ્રતાની સાથે આંગણવાડી સંસ્થાની કામગીરીની અસરકારકતા તથા એને પૂરક થતાં લોકોના પોષણલક્ષી પ્રયોગો, લોકોની સહભાગિતા તથા લોક મંતવ્યોને આવરી લે છે તેમજ દરેક ભોગોલિક વિસ્તારની રહેણી-કરણી જુદી હોવાથી સામાન્ય વિષય હોવા છતાં વિશિષ્ટ બની જાય છે. સૌરાષ્ટ્રની સંસ્કૃતિનો પ્રતિનિધિત્વ કરતો આ વિસ્તાર આંગણવાડીની ભૂમિકા, તેમા લોક સહભાગિતાની સ્થિતિનું કાર્ય-કારણ સાથે વિશ્લેષણ પ્રસ્તુત કરે છે જે આ કાર્યક્રમને સફળ થવા માટે યોગ્ય અને માર્ગદર્શક સૂચનો કરી જાય છે.

Keywords:

આગણવાડી સંસ્થા, મહિલા અને બાલ વિકાસ, કિશોરીઓ અને આંગણવાડી, પોષાહાર અને લોક વ્યવહાર, સર્ગભા-પ્રસૂતા અને ધાત્રી માતાઓની સમસ્યા સમાધાનમાં આંગણવાડી

Vol & Issue:

VOL.16, ISSUE No.1, March 2024