Dinesh Kanjaria
જગતના જુદા જુદા દેશોમાં
ભારત અનેક રીતે વિશિષ્ટ અને પ્રભાવક દેશ તરીકે આજે પણ પ્રસિદ્ધ છે ભારતીય સમાજ
જીવનના ઇતિહાસમાં સ્ત્રીનું સ્થાન અને દરજ્જાનું મહત્વ માનવજીવન ઈતિહાસમાં સવિશેષ
ગણવામાં આવ્યું છે આપણા વડીલોએ કહ્યું છે “નારી તું નારાયણી” “બહુરત્ના વસુંધરા”
“માતૃદેવો ભવ:” આમ જીવનમાં અને સાહિત્યમાં નારીજીવનની ખુબ જ પ્રતિષ્ઠા થઇ છે ૨૧
સદીનું આખું જગત જાણે છે લગભગ ભારતમાં ચાર થી પાંચ રાજ્યોમાં સ્ત્રીઓ
મુખ્યમંત્રીના વરિષ્ઠપદો ધરાવે છે આ ઉપરાંત કોઈને કોઈ ઊંચા પદો પર જેવા કે
કલેકટરો,ન્યાયાધીશો ધારાસભ્યો સચિવો આઈ.એ.એસ અધિકારી આમ વિવિધ ક્ષેત્રોના
અધિકારીઓને પદે સ્ત્રીઓ બિરાજે છે. આપણા સમાજના બંધારણમાં સ્ત્રી અને પુરુષનું
મહત્વ એક સરખું હોવા છતાં દરેક માનવીય પ્રવૃતિમાં સ્ત્રીઓને સમાન સ્થાન મળતું નથી
સમાજમાં સ્ત્રીઓ દેખાયેલી, તરછોડાયેલી, હોવા છતાં પણ આવી હાલતમાં પોતાના કુટુંબનો
વિચાર કરે છે અને પોતાની ફરજ નિભાવે છે અને સ્ત્રી પોતાનું સમગ્ર જીવન પોતાના
પરિવારના વિકાસ પોતાના સંતાનોનું ભરણ પોષણ અને પતિની સેવામાં વિતાવે છે સ્ત્રીઓની
આવી દયનીય પરિસ્થિતિ એ માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં આપણે જોઈએ છીએ.
અર્ધાગીની-સંસાર-અસમાનતા-સામાજિક
દરજ્જો-લગિકભેદભાવ-કલ્યાણકારી કાર્યક્રમો-વિજ્ઞાન અને ટેકનોલોજી-માત્તૃદેવો ભવ-
વરિષ્ઠપદો- ગૃહહિંસા- શાબ્દિક સતામણી-યાતનાઓ-દયનીય પરિસ્થિતિ-પુરુષપ્રધાન-આંતરિક
જીવન-આદર્શ આચરણ-રાજકીય પ્રક્રિયા-સ્વતંત્રતાનો અધિકાર-જન્મદિન દરજ્જો-શક્તીવંત—સંગઠિત
શક્તિ-મહિલા વિકાસ
VOL.16, ISSUE No.1, March 2024