Kapil P. Ghosiya
કોઈ પણ વિસ્તારના ઝડપી વિકાસમાં આંતરમાળખું એક મહત્વનું પરીબળ છે.
આંતર માળખાકીય સુવિધાઓમાં રોડ, રસ્તા,
વીજળી,
સિંચાઈ,
બેન્કિંગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
પોરબંદર ગુજરાતના પશ્ચિમ ભાગમાં સ્થિત પૂર્વ કાઠિયાવાડ દ્વીપકલ્પનો એક ભાગ છે. જિલ્લામાં ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે. પોરબંદર,
રાણાવાવ અને કુતિયાણા.
પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ માટે પ્રખ્યાત છે. જિલ્લામાં ૯૦% થી વધુ ચોક
(ખડી)નું ઉત્પાદન થાય છે,
જે ગુજરાતમાં સૌથી વધુ છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર પોરબંદર જિલ્લાની અર્થવ્યવસ્થા મૂળભૂત રીતે કૃષિ પ્રવૃત્તિઓ પર આધારિત છે પ્રસ્તુત અભ્યાસમાં પોરબંદર જિલ્લાના આંતરમાળખા વિશે ચર્ચા કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે વીજળી, વાહન-વ્યવહાર અને બેન્કીંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. અભ્યાસ ગૌણ માહિતી પર આધારિત છે. મુખ્યત્વે પોરબંદર જિલ્લાની આંકડાકીય રૂપરેખા (વિવિધ વર્ષો) તેમજ પોરબંદર જિલ્લાની સામાજિક-આર્થિક સમીક્ષા (વિવિધ વર્ષો)ની માહિતી તેમજ અન્ય કેટલીક માહિતીનો આધાર લેવામાં આવ્યો છે.
પોરબંદર, આંતરમાળખું
VOL.16, ISSUE No.1, March 2024