Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

જ્ઞાતિ અને મતદાન - એક સમાજશાસ્ત્રીય અભ્યાસ (ધોળકા તાલુકાના કરિયાણા ગામના સંદર્ભમાં)

Authors:

Sangeeta Patel, Sanjay Patel

Abstract:

ભારત દેશમાં આજે પણ ગ્રામીણ વસ્તી વધારે જોવા મળે છે. ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિનું મહત્વ આજે પણ જોવા મળે છે. જ્ઞાતિ અને મતદાન એકબીજા સાથે જોડાયેલા છે. મતદાનની પ્રક્રિયામાં જ્ઞાતિ મહત્વનો ભાગ ભજવે છે. પ્રસ્તુત અભ્યાસમાં જ્ઞાતિ અને મતદાનને સમજવા માટે કરિયાણા ગામની વર્ષ ૨૦૧૭,૨૦૧૯ અને ૨૦૨૨ની મતદાર યાદીનો આધાર લેવામાં આવ્યો છે. મતદારીયાદીને આધારે મતદારોની સંખ્યા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમાં સ્ત્રી મતદારો અને પુરુષ મતદારોની સંખ્યાને આધારે જાણવા મળે છે કે કરિયાણા ગામમાં મતદારોની સંખ્યા સતત વધતી જાય છે. તેમાં સ્ત્રી મતદારોની સંખ્યા પુરુષ મતદારોની સમકક્ષ પહોંચી છે. જે લોકશાહી શાસન વ્યવસ્થામાં સ્ત્રીઓની વધતી ભાગીદારી સૂચવે છે.મતદારોની ઉંમરને આધારે ત્રણેય મતદાર યાદીઓમાં સરેરાશ ૪૩ ટકા જેટલા યુવા મતદારો છે. ત્રણેય મતદાર યાદીને આધારે જોઈ શકાય છે કે ૫૧ થી ૬૫ વર્ષના મતદારોમાં વધારો  થયો છે. જ્યારે ૬૫ વર્ષથી વધારે ઉંમર ધરાવતા મતદારોની સંખ્યામાં ઘટાડો થતો જોવા મળે છે. જ્ઞાતિ આધારિત બાબત જોઈએ તો સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવિષ્ટ જ્ઞાતિના લોકોના મતદારોમાં સતત વધારો થતો જાય છે. પ્રસ્તુત અભ્યાસમાં જ્ઞાતિ અને મતદાનને વિવિધ બાબતોને અનુલક્ષીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

Keywords:

ગ્રામીણ સમુદાય,મતદાન,જ્ઞાતિ,જાતિ,ઉંમર,લોકશાહી,શહેરીકરણ, ઉદ્યોગિકરણ,પરંપરા. 

Vol & Issue:

VOL.16, ISSUE No.1, March 2024