Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ગ્રામીણ વિદ્યાર્થીઓમાં કોરોના સમયે અને કોરોના પછી OTT પ્લેટફૉર્મનો ઉપયોગ અને તેની અસરોઃ એક અભ્યાસ

Authors:

Lokesh Jain, Naitik Gondaliya

Abstract:

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. કદાચ અનેક લોકો માટે આવી મહામારી  પ્રથમ અનુભવ હતી. લોકડાઉન, મુસાફરી ઉપર પ્રતિબંધ, વગેરે જેવા શબ્દો જે લોકોની રોજ-બરોજની ભાષામાં નહોતા, તે લોકોના જીવનમાં છવાઈ ગયા હતા. લગભગ દોઢ વર્ષના સમગ્ર ગાળા દરમિયાન વિશ્વએ અને આપણા દેશે જે ભયંકર સ્થિતિનું દશ્ય જોયું તે કદાચ ફરીથી કોઈએ જોવું ન પડે તો જ સારું! શરૂઆતમાં ચીનના બુહાનનાં દશ્યો ટીવી ચેનલો ઉપર આવતાં. કોરોનાની બીજી લહેરમાં આપણા દેશમાં જે સ્થિતિ સર્જાઈ હતી કે હૉસ્પિટલની બહાર, સ્મશાનગૃહની બહાર, એમ્બ્યુલન્સ – શબની કતારો લાગી હોય તેવાં જ દશ્યો હતા. આપણને અમેરિકા, બ્રાઝીલ, ઇટલી, વગેરે જેવા દેશોમાં પણ બનેલા દ્રશ્યો પણ ટીવી ચેનલો પર જોવા મળ્યાં હતાં. આપણા દેશમાં પણ પ્રથમ લહેર વખતે જે રીતે લાખો મજૂરો હજારોના હજારો કિલોમીટર પગપાળા કરી પોતાના વતન ફર્યા, કેટલાઈ વતન પહોંચતાં પહેલાં જ મૃત્યુ પામ્યા, તે દૃશ્યો હજુય આજે આંખો સમક્ષ ઉભરી આવે છે. પરંતુ મજૂરોની સ્થિતિ હોય, આપણા આરોગ્ય-માળખાની વાત હોય કે અન્ય કોઈ વાત હોય છતાંય જો કોઈ વાત ભુલાતી હોય તો તે શિક્ષણની છે. કદાચ કોરોના મહામારીએ જે વિનાશ અને ઘાતકતા શિક્ષણના ક્ષેત્રમાં ફેલાવી હતી તેની અસર આપણને આજે નહીં, કદાચ આવનારાં પાંચ-દસ વર્ષ પછી જોવા મળશે.

ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, તે ડિજિટલ દુનિયા જે આપણી સ્ક્રીન પર સીધી સામગ્રી પહોંચાડે છે, જેના માધ્યમથી મનોરંજન અને માહિતીનો ઉપયોગ કરવામાં પરિવર્તન આવ્યું છે. હવે તેમની લહેર શિક્ષણ જગત સુધી પહોંચી રહી છે, જે રોમાંચક શક્યતાઓનું મોજું સર્જી રહી છે. OTT પ્લેટફોર્મ એ દિવાલો વિનાની શાળાની કલ્પના થઈ, પૃથ્વી પર ગમે ત્યાંથી પ્રાપ્ત થાય, કોઈ કઠોર સમયપત્રક નથી, કોઈ ભૌગોલિક મર્યાદાઓ નથી તે છે. તમારી પોતાની ઈચ્છા પ્રમાણેની જ્ઞાનની વિશાળ લાઇબ્રેરી.  શિક્ષણમાં OTT પ્લેટફોર્મનું આ વિઝન છે. એનો ઉપયોગ શિક્ષણ જગત દ્વારા કોરોના કાળ દરમ્યાન થયો હતો અને તેના પછી પણ એનો ઉપયોગ યથાવત સ્થિતિ કરતાં વધ્યુ છે. તેની અસર શાળા અને કૉલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ઉપર શું થઈ છે તે જાણવું અગત્યનું છે. આ સંશોધન જુદી જુદી કક્ષાઓમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થી જુથ ઉપર તેની વર્તમાન અને ભાવિ અસરો વિશે સામાન્યીકરણ કરે છે.

Keywords:

ઓવર-ધ-ટોપ (OTT) પ્લેટફોર્મ, શિક્ષણ જગતમાં પ્રયુક્ત વિવિધ ડિજિટલ પ્રવાહો, શિક્ષણની ગુણવત્તા, OTTના ઉપયોગ અને દુરુપયોગની વર્તમાન અન ભાવિ પૃષ્ઠભૂમિ, કોરોના કાળ પછી OTTની ઉપયોગિતા અને તેને અસરકરતાં પરિબળો

Vol & Issue:

VOL.16, ISSUE No.1, March 2024